અનિલ અંબાણીએ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં જીડી સોમાણી સ્કૂલમાં વોટિંગ કર્યું હતું.
બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પાર્થ જિંદાલે વોટ કર્યા બાદ ટ્વિટ કરીને મતદાનની અપીલ કરી હતી.
આ ઉપરાંત ગોદરેજ ગ્રુપના ચેરમેન આદિ ગોદરેજે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે વાલકેશ્વર બૂથ પર વોટ આપ્યો હતો. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને સાઉથ મુંબઈથી મતદાન કર્યું હતું.
એચડીએફસી બેંકના ચેરમેન દીપક પારેખ પણ વોટ આપ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઇઓ આશિષ ચૌહાને દક્ષિણ મુંબઈથી મતદાન કર્યું હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગત
સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટ