નવી દિલ્હીઃ સેલિબ્રિટી હેયર ડ્રેસર જાવેદ હબીબે પણ હવે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સોમવારે તેઓ ભાજપમાં સામેલ થયા હતા.ભાજપમાં સામેલ થયા બાદ તેમણે કહ્યું કે, અત્ચાર સુધી હું વાળનો ચોકીદાર હતો પરંતુ હવે દેશનો ચોકીદાર થઈ ગયો છું. જાવેદ હબીબ રાજકીય પાર્ટીમાં સામેલ થાય તેવી ઘણા લાંબા સમયથી ચર્ચા થતી હતી.

જાવેદ હબીબ દેશભરમાં આશરે 500 સલૂન ચલાવે છે. તેમણે લંડનની મોરિસ સ્કૂલ ઓફ હેયર ડ્રેસિંગ તથા લંડન સ્કૂલ ઓફ ફેશનથી ડિપ્લોમા કર્યું છે. દેશમાં તેમને સેલિબ્રિટી હેર ડ્રેસર તરીકે ઓળખવામાં આવે છે.


ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે નહીં કરી શકે મતદાન, કારણ જાણીને ચોંકી જશો

ગુજરાતના 4.51 કરોડ મતદારો 371 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, 51,851 મતદાન મથકો પર યોજાશે વોટિંગ