રોડ શો પહેલાં કેટલાંક લોકોએ મોદી અને શાહના પોસ્ટર્સ હટાવ્યાં હતા. ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તેની પાછળ મમતા સરકારનો હાથ હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે, "મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુંડા અને પોલીસને પોસ્ટર તેમજ ઝંડા હટાવવા દીધા. જેવાં જ અમે ત્યાં પહોંચ્યા કે તેઓ ભાગી ગયા."
મમતા સરકારે 7માં તબક્કામાં કેન્દ્રીય દળની તહેનાતીને લઈને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. જેમાં સરકારને ક્વિક રિસ્પોન્સ ટીમમાં સ્થાનિક અધિકારી ન રાખવાના નિર્ણય પર વિચાર કરવાનું કહ્યું છે. મમતાએ કહ્યું કે કેન્દ્રીય દળ સ્થાનિક પોલીસને સંપર્કમાં નથી રાખતા.
સાતમા તબક્કામાં બંગાળની 9 સીટ પર મતદાન થવાનું છે. જેને ધ્યાનમાં રાખીને સોમવારે અમિત શાહની ત્રણ રેલીઓ થવાની હતી, પરંતુ તેમને જાધવપુરમાં હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી જ ન મળી. જે બાદ શાહે જયનગરમાં સભા કરી હતી. અહીં તેઓએ કહ્યું હતું- મારી આ ત્રણ રેલીઓ થવાની હતી. જયનગરમાં તો આવી ગયો પરંતુ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી, ત્યાં અમે જઈએ તે વાતે મમતા દીદી ડરે છે કે ભાજપવાળા એકઠાં થશે તો ભત્રીજાના પાસા ઊંધા પડશે. અને એટલે જ તેઓએ સભાની મંજૂરી ન આપી."
યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત
ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત
વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત