શાસ્ત્રીએ કહ્યું કે, અમારા 15 ખેલાડીઓ ગમે ત્યાં ગમે ત્યારે રમી શકે છે. જો કોઇ ફાસ્ટ બોલર ઇજાગ્રસ્ત થાય તો તેનો વિકલ્પ પણ છે. કેદાર જાધવની ઇજા અંગે શાસ્ત્રીએ કહ્યું તેને ફ્રેક્ચર થયું નથી. જ્યારે 22 તારીખે અમે ઉડાન ભરીશું ત્યારે જોઇશું, અમારી પાસે ઘણા વિકલ્પ છે. કુલદીપ યાદવના ફોર્મને લઇ કોચે કહ્યું, તેને લઇ ચિંતિત નથી.
શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડકપ માટે કોઈ પહેલાથી રણનીતિ બનાવી શકે નહીં. તૈયારી માટે ચાર વર્ષનો સમય હોય છે. આવી મોટી ટુર્નામેન્ટમાં જરૂરિયાત પ્રમાણે ટીમ નક્કી થાય છે. આ વખતે ઓસ્ટ્રેલિયા અન વેસ્ટ ઈન્ડિઝના પ્રદર્શન પર પણ આધાર રહેશે. વિન્ડિઝ ભારત પ્રવાસે આવી ત્યારે આપણે ભલે તેમને હરાવ્યા હોય પરંતુ મેં કહ્યું હતું કે તેમણે શાનદાર રમત રમી. તે સમયે ટીમમાં ક્રિસ ગેલ અને આંદ્રે રસેલ નહોતા.
ઓસ્ટ્રેલિયા અંગે કહ્યું, ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વર્લ્ડકપ જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તેના તમામ ખેલાડી પરત ફરી ચુક્યા છે અને તે શાનદાર ફોર્મમાં છે.
યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત
ચૂંટણી પરિણામ પહેલા જ બોક્સર વિજેંદર સિંહના ઘરમાં આવી ખુશખબરી, જાણો વિગત
અમદાવાદમાં રખડતા ઢોર સામે કોર્પોરેશને હાથ ધરશે કાર્યવાહી, જુઓ વીડિયો