નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે આજે વધુ બે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મહેસાણા અને સુરત બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા બેઠક પર ભાજપે જયશ્રીબેન પટેલના સ્થાને  શારદાબેન પટેલને ટિકિટ ફાળવી છે, જ્યારે સુરત બેઠક પરથી વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કરવામાં આવ્યા છે.  ગુજરાતની 26 સીટ પૈકી ભાજપે 25 ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે ભાજપ દ્વારા માત્ર અમદાવાદ પૂર્વની સીટ પર જ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

સુરતમાં વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કરવામાં આવ્યા છે. દર્શનાબેનને સતત ત્રીજી વખત ટિકિટ ફાળવવામાં આવી છે. 2014માં દર્શનાબેન સુરતમાં પાંચ લાખ કરતા વધુ લીડથી જીત્યા હતા.

શારદાબેન પૂર્વ મંત્રી અને ખેરવાની ગણપત યુનિવર્સિટીના સ્થાપક તેમજ જાણિતા ઉદ્યોગપતિ સ્વ. અનિલ પટેલના પત્ની છે. અનિલભાઈ પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી છે. અગાઉ મહેસાણા બેઠક પરથી તેઓ વિધાનસભા જીતેલા છે. મહેસાણા બેઠક પરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનું નામ પણ ચર્ચામાં હતું.


કૉંગ્રેસે કર્યો મોટો ધડાકો, સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પરથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો

રાહુલ ગાંધી વાયનાડથી ક્યારે ભરશે ઉમેદવારી પત્ર ? જાણો વિગત

લોકસભા ચૂંટણીઃ અમરેલીથી પરેશ ધાનાણીને કાર્યકરોએ કેટલી લીડથી જીતાડવાનો કર્યો દાવો, જુઓ વીડિયો