મુંબઈ: એક્ટ્રેસ ઉર્વશી રોતૈલા અને બોની કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બન્ને એક સાથે પેપારાજીને પોઝ આપી રહ્યાં છે. તેના બાદ એકબીજા સાથે વાત કરે છે. જો કે આ વીડિયોને ખોટા કારણોથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો એક મેરેજ સેરેમનીનો છે. જેને લઈને ઉર્વશીએ પ્રતિક્રિયા આપી છે.


વાયરલ વીડિયોને લઈને યૂઝર્સનું કહેવું છે કે દિગ્ગજ પ્રોડ્યુસર બોની કપૂર પૂર્વ મિસ ઈન્ડિયા ઉર્વશીને ખોટી રીતે સ્પર્શ કર્યું હતું. વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઉર્વશીએ કહ્યું કે “દેશના સૌથી મોટા અખબરો માટે આ સમાચાર છે !! ? મહેરબાની કરીને મહિલાઓની તાકાત અને લિબરેશન વિશે વાતો ન કરો જો તમે મહિલાઓનું સન્માન કરવાનું જાણતા નથી તો.


ઉર્વશીની આ પ્રતિક્રિયા બાદ ટ્વિટ પર મોટી સંખ્યામાં તેના ફેન્સ અને સોશલ મીડિયા યૂઝર્સે પણ તેના સમર્થનમાં આવ્યા હતા.