જે બાદ તેમની નારાજગી જોવા મળતી હતી. તેમણે દિનશા પટેલના કારણે ટિકિટ કપાઇ હોવાનો દાવો કરી જણાવ્યું કે, બિમલ શાહ કોઈ પણ હિસાબે જીતી નહીં શકે. દિનશા પટેલ ખેડામાં કોંગ્રેસને નબળી પાડી રહ્યા છે.
બુધવારે રાત્રે કોગ્રેસે પોતાના છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બનાસકાંઠા બેઠક પરથી પરથી ભટોળ, ભાવનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મનહર પટેલ, સાબરકાંઠામાં રાજેન્દ્ર ઠાકોરને કોગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. ખેડા બેઠક પર બિમલ શાહને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. સુરત બેઠક પર અશોક અધેવાડાના નામની જાહેરાત કરાઇ હતી. જ્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નામની આજે અમરેલી બેઠક પરથી સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસે ખેડાથી ટિકીટ ન મળવા માટે ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ કોને ઠેરવ્યા જવાબદાર? જુઓ વીડિયો