નવી દિલ્હીઃ બોલિવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર હાલમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. હાલમાં જ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ છે અને તે નોર્થ મુંબઈથી ચૂંટણી લડી રહી છે. સોમવારે ઉર્મિલા માતોંડકર પરિત સાથે બાંદ્રામાં ચૂંટણી પંચની ઓફિસે ઉમેદવારી ભરવા પહોંચી હતી. જે ડ્રેસ તેને પહેર્યો હતો તેના પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ પણ હતું. એ તસવીર પણ ખૂબ ચર્ચામાં રહી છે.
ઉર્મિલાએ જે સોગંદનામું જાહેર કર્યું છે એ અનુસાર તેની કુલ સંપત્તિ 68 કરોડ રૂપિયા આસપાસ છે. ઉર્મિલા કરોડોની સંપત્તિની માલિક છે પરંતુ એ જાણીને તમને આશ્ચર્ય થશે કે તે ગ્રેજ્યુએટ પણ નથી. ઉર્મિલા માતોંડકર પાસે 41 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે.
બાંદ્રામાં તેની પાસે ચાર ફ્લેટ છે જેની કિંમત 27 કરોડ રૂપિયા છે. વસઈમાં 10 એકર જમીન છે જેનિ કિંમત 1.68 કરોડ રૂપિયાની આસપાસ છે. ઉર્મિલાના પતિ પાસે 32.25 કરોડ રૂપિયાની ચલ અને 30 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે. ઉર્મિલાએ જણાવ્યું કે તેના પર 32 લાખ રૂપિયાની લોન પણ છે.
તમને જણાવીએ કે, ઉર્મિલાની ટક્કર ભાજપના ગોપાલ શેટ્ટી સાથે થશે.
68 કરોડની સંપત્તિ છે આ એક્ટ્રેસ પાસે, કોંગ્રેસની ટિકિટ પર લડશે લોકસભા ચૂંટણી
abpasmita.in
Updated at:
09 Apr 2019 10:38 AM (IST)
બોલિવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકર હાલમાં લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. હાલમાં જ ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ છે અને તે નોર્થ મુંબઈથી ચૂંટણી લડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -