નવી દિલ્હી: દેશની 117 બેઠકો પર સાત વાગ્યા સુધીમાં સરેરાશ 66 ટકા મતદાન થયું છે. આસામમાં 78.29 ટકા બિહારમાં 59.97 ટકા, ગોવામાં 71.09, ગુજરાતમાં 62.36, જમ્મુ કાશ્મીરમાં 12.86, કર્ણાટકમાં 64.14, મહારાષ્ટ્રમાં 59.11 ટકા, કેરલમાં 70.21, ઓરિસ્સામાં 58.18, ઉત્તરપ્રદેશમાં 57.54, ત્રિપુરામાં 78.52 ટકા, પશ્ચિમ બંગાળમાં 79.36 ટકા, છત્તીસગઢમાં 65.91 ટકા, દાદરા નગર હવેલીમાં 71.43 ટકા અને દીવ દમણમાં 65.34 ટકા મતદાન થયું છે.




ત્રીજા તબક્કા માટે ચૂંટણી પંચે  2.10 લાખ મતદાન કેન્દ્ર બનાવ્યા હતા. સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.