શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય ઠાકરેના સમર્થન માટે જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, જનતાની સેવા કરવાની અમારા પરિવારની પરંપરા છે. નવી પેઢી, નવા વિચાર સાથે આવી છે અને હું જનતાના સમર્થન માટે તેમનો આભાર માનું છું. હું વચન આપું છું કે જનતા જ્યારે પણ બોલાવશે ત્યારે આદિત્ય હાજર થઈ જશે.
શિવસેનાના વર્તમાન ધારાસભ્ય સુશીલ શિંદેએ આદિત્ય ઠાકરે માટે વર્લી સીટ ખાલી કરી છે. તેમણે કહ્યું, હું માત્ર વર્લી નહીં સમગ્ર મહારાષ્ટ્ર માટે કામ કરીશ. મને જીતનો ભરોસો છે કારણકે તમારા બધાના આશીર્વાદ મારી સાથે છે.
દિવંગત બાલ ઠાકરે દ્વારા 1966માં શિવસેનાની સ્થાપના કરવામાં આવ્યા બાદ ઠાકરે પરિવારના કોઈપણ સભ્યએ ચૂંટણી લડી નથી કે તેઓ કોઈ બંધારણીય પદ પર રહ્યા નથી. ઉદ્ધવના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 2014માં રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ બાદમાં ફેંસલો બદલી નાંખ્યો હતો. આ સ્થિતિમાં ઠાકરે પરિવારમાંથી ચૂંટણી લડનારો આદિત્ય પ્રથમ સભ્ય બની ગયો છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. 24 ઓક્ટોબરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.