મહારાષ્ટ્ર ચૂંટણીઃ એક દિવસમાં પાંચમી રેલીને સંબોધન કરતી હતી આ દિગ્ગજ મહિલા નેતા, મંચ પર બેભાન થઈને ઢળી પડી
abpasmita.in | 19 Oct 2019 10:53 PM (IST)
મુંડે તેના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે ચૂંટણી લડી રહી છે. પ્રચાર અભિયાનના અંતિમ દિવસે તે શહેરમાં પાંચમી રેલીને સંબોધન કરતી હતી ત્યારે બેભાન થઈને પડી ગઈ હતી.
મુંબઈઃ મહારાષ્ટ્રની મહિલા અને બાલ કલ્યાણ મંત્રી પંકજા મુંડે શનિવારે બીડ જિલ્લાની પરલીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે મંચ પર બેભાન થઇને પડી ગઈ હતી. બીજેપીના પ્રવક્તાએ જણાવ્યું કે, તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં તેની હાલત સ્થિર છે. મુંડે તેના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે ચૂંટણી લડી રહી છે. પ્રચાર અભિયાનના અંતિમ દિવસે તે શહેરમાં પાંચમી રેલીને સંબોધન કરતી હતી ત્યારે બેભાન થઈને પડી ગઈ હતી. બીજેપી કાર્યકર્તાઓ અને તેની બહેન તથા બીડની સાંસદ પ્રીતમ મુંડેએ તેની મદદ કરી. બીજેપી પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું કે, મુંડેના વ્યસ્ત ચૂંટણી પ્રચાર કાર્યક્રમની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી હશે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં કુલ 3237 ઉમેદવારો મેદાનમાં છે. જેમની કિસ્મતનો ફેંસલો 8.97 કરોડ મતદાતા કરશે. ચૂંટણી માટે કુલ 96,661 મતદાન કેન્દ્ર બનાવાયા છે. હાલ રાજ્યમાં બીજેપી-શિવસેના ગઠબંધન સરકાર છે. જેમનો મુકાબલો કોંગ્રેસ-એનસીપી ગઠબંધન સાથે છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે વોટિંગ થશે અને 24 ઓક્ટોબરે પરિણામ આવશે. શાહરૂખ, આમિર, કંગના, જેકલીન સહિત અનેક કલાકારોને મળ્યા PM મોદી, સિતારાઓને ગુજરાત જવાની કરી અપીલ, જાણો કેમ પાકિસ્તાનનું નામ સાંભળીને જ ભડકતો આ ભારતીય ક્રિકેટર પાકિસ્તાની બાળકી માટે બન્યો દેવદૂત, જાણો વિગતે અમેરિકાની એજન્સી FBIના ટોપ-10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં વિરમગામના યુવકનું નામ, પત્નીની કૂરતાપૂર્વક કરી હતી હત્યા ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત