મુંબઈઃ ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી હતી. જે બાદ હવે રાજ્યમાં કોની સરકાર બનશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને ઓપિનિયન પોલ કર્યો હતો. જેમાં ભાજપને મહારાષ્ટ્ર ચૂંટણીમાં બંપર જીત મળતી હોવાનું સામે આવ્યું છે.


મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટ છે અને સર્વે પ્રમાણે બીજેપી તથા તેના સહયોગીઓને 205 સીટો પર જીત મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓને 55 તથા અન્યને 28 સીટ મળવાનો અંદાજ છે. ચૂંટણીમાં ભાજપને 46%, કોંગ્રેસને 30% અને અન્ય પાર્ટીઓને 24% વોટ મળી શકે છે.

ઓપિનિયન પોલમાં મહારાષ્ટ્રના લોકો માટે સૌથી મોટો ચૂંટણી મુદ્દો પાણી અને બેરોજગારી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે જનતાની પસંદ દેવેન્દ્ર ફડણવીસ છે.

જો રાજ્યમાં ભાજપ-શિવસેના ગઠબંધન નહીં થાય તો ભાજપને કોઈ નુકસાન નહીં થાય પરંતુ શિવસેનાને મોટું નુકસાન થઈ શખે છે. જો બંને પાર્ટીઓ અલગ-અલગ ચૂંટણી લડે તો ભાજપને 144, શિવસેનાને 39 સીટ મળી શકે છે. કોંગ્રેસ 21 અને એનસીપી 20 સીટ પર જી હાંસલ કરી શકે છે. ગઠબંધન ન થાય તો ભાજપને 31%,  શિવસેનાને 15%, કોંગ્રેસને 16%, એનસીપીને 12% અને અન્યને 26% વોટ મળી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બર સુધી છે. રાજ્યમાં 21 ઓક્ટોબરના રોજ વોટિંગ થશે અને પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે. મહારાષ્ટ્રમાં 8.94 કરોડ મતદાર છે.

ગુજરાત સહિત 18 રાજ્યોની આ 64 સીટ પર યોજાશે પેટા ચૂંટણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

IND vs SA ત્રીજી T 20માં 20 રન બનાવતાં જ રોહિત શર્માના નામે નોંધાશે  મોટો રેકોર્ડ, જાણો વિગત

TDPના પૂર્વ સાંસદ શિવ પ્રસાદનું નિધન, વિવિધ વેશભૂષામાં આવતા હતા સંસદમાં