અમદાવાદના ધારાસભ્યો ભુપેન્દ્ર પટેલ, રાકેશ શાહ, પ્રદીપ પરમાર, સુરેશ પટેલ સહિત ગુજરાતના ધારાસભ્યો મુંબઇ જશે. ત્રણથી ચાર દિવસ સુધી આ ધારાસભ્યો ગુજરાતીઓની વધુ વસ્તી છે તેવા બોરીવલી, કાંદીવલી, વિરાર, અંધેરી, વિલે પારલે, મલાડ અને થાણે વિસ્તારમાં પ્રચાર કરીને ગુજરાતી મતદારોને આકર્ષશે.
આ ઉપરાંત ગુજરાત ભાજપનાં બીજા ધારાસભ્યો પણ મુંબઈમાં પ્રચાર કરવા જશે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 સીટો પૈકી ભાજપ 150 અને શિવસેના 124 સીટ પર ચૂંટણી લડી રહ્યું છે. એનડીએના સાથી પક્ષો આરપીઆઈ અને આરએસપી 14 સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં 21 ઓક્ટોબરે વોટિંગ અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.
દારૂ પર ગરમાયું રાજકારણઃ ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું ઝુમતું ગુજરાત, સરકારના જ આંકડા કર્યા જાહેર
રિલાયન્સ જિયોએ આપ્યો મોટો ઝટકો, હવે અન્ય ઓપરેટરમાં કોલ કરવા ચૂકવવા પડશે રૂપિયા, જાણો વિગતે