ડ્યૂઅલ કેમેરા-દમદાર બેટરી સાથે લોન્ચ થયો સસ્તો Redmi 8 સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ
abpasmita.in | 09 Oct 2019 05:45 PM (IST)
Redmi 8 માં પ્રાઈમરી કેમેરા 12 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. આમાં કંપનીએ Sony IMX363 સેન્સર આપ્યું છે. જ્યારે સેલ્ફી માટે 8MP કેમેરા આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Xiaomiએ આજે Redmi 8 લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોન બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનનનો પ્રથમ સેલ 12 ઓક્ટોબરથી રાત્રે 12 વાગ્યેથી શરૂ થશે. જોકે કંપની 4GB રેમ અને 64GB મેમોરી વેરિએન્ટના પ્રથમ 50 યુનિટ્સ સુધી તેને 7,999 રૂપિયામાં વહેંચશે. આ સ્માર્ટફોનના ફિચર્સની વાત કરીઓ તો, આ ફોનમાં 6.2 ઇંચની એચડી પ્લસ વોટર ડ્રોપ સ્ટાઇલ નોચ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 720X1520 પિક્સલ છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે Gorilla Glass 5 આપવામાં આવ્યો છે. આ ફોન 3GB/4GB રેમની સાથે 64GBની ઈંટર્નલ સ્ટોરેજ સાથે બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં 512GB સુધી મેમોરી કાર્ડથી સ્ટોરેજ વધારી શકાય છે. રેડમી 8 સ્માર્ટફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર અને Android 9 operating સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં પ્રાઈમરી કેમેરા 12 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 2 મેગાપિક્સલનો છે. આમાં કંપનીએ Sony IMX363 સેન્સર આપ્યું છે. જ્યારે સેલ્ફી માટે 8MP કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં રિયર ફિંગરપ્રિંટ સ્કેનર અને ફેસ અનલોકનું ફીચર આપવામાં આવ્યું છે. Redmo 8માં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં USB Type Cનો સપોર્ટ આપવામાં આવ્યો છે, તેની સાથે 18W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.