મુંબઈઃ મહારાષ્ટ્રમાં યોજાનારા વિધાનસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે 14 ઉમેદવારોના નામનું બીજું લિસ્ટ જાહેર કર્યું હતું.  જેમાં એક મહિલા, એક ડોક્ટર અને એક એન્જિનિયરને ટિકિટ ફાળવવામાં આવી છે.


મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે થશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. 288 વિધાનસભા બેઠકોવાળા મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગત વિધાનસભા ચૂંટણીમાં શિવસેના-ભાજપમાં વાત જામી નહતી. બંને પક્ષોએ અલગ અલગ ચૂંટણી લડી હતી. પહેલીવાર ભાજપે 125 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાને 60 બેઠકો મળી હતી.

PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિમાં મા અંબાની ઉતારી આરતી, જુઓ તસવીરો

PM મોદીએ ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં શું મેસેજ લખ્યો, વાંચો અક્ષર સહ સંદેશ