કોલકત્તાઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને જૂઠા ગણાવી આરોપ લગાવ્યો હતો કે ભાજપ એનઆરસી અને નાગરિકતા બિલના નામ પર દેશના કાયદેસર નાગરિકોને વિદેશી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી તૃણમુલ કોગ્રેસ કેન્દ્રમાં નવી સરકારનું નેતૃત્વ કરશે.
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા બેનર્જીએ કહ્યું કે, એક વ્યક્તિ જે પોતાની પત્નીની દેખરેખ રાખી શકતા નથી તે દેશના નાગરિકોની દેખરેખ કેવી રીતે રાખી શકે છે. અલીપુરદ્ધાર જિલ્લાના બારોબિશા વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, દેશની જનતાને બચાવવા માટે ભાજપને હરાવવી પડશે. ટીએમસી કેન્દ્રમાં નવી સરકાર બનાવવામાં નેતૃત્વ પુરુ પાડશે. વડાપ્રધાન મોદી ખોટા છે. તે પાંચ વર્ષથી ખોટું બોલી રહ્યા છે. એનઆરસી અને નાગરિકતા બિલ આ દેશના નાગરિકોને શરણાર્થી બનાવવાનું એક કાવતરું છે.