નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપમાં એક મોટું નામ સામેલ થયું છે. લેફ્ટિનેન્ટ જનરલ શરત ચાંદ (રિટાયર્ડ) આજે કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજની હાજરીમાં બીજેપીમાં સામેલ થયા હતા. શરત ચાંદ સેનાના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું કે, ભાજપ કોઇ પણ ફૌજીની પ્રથણ પસંદગી છે.

શરત ચાંદે કહ્યું કે, રાજકારણમાં જોડાઇશ તેવું ક્યારેય વિચાર્યું નહોતું. હાલ જે સમય છે તેમાં એક મજબૂત લીડરશિપની જરૂર છે. હું પ્રધાનમંત્રીથી પ્રેરિત થયો અને લાગ્યું કે દેશ સેવામાં જે સહયોગ આપી શકું તે આપવો જોઈએ. મીરી 39 વર્ષની કરિયર રહી છે. જેટલું બીજેપીએ સેના માટે કર્યું છે અન્ય કોઈએ કર્યું નથી. બીજેપી કોઇ પણ સૈનિકની પ્રથમ પસંદ છે.


ચાંદની 1979માં ગઢવાલ રાઇફલ્સમાં નિમણૂક કરવામાં આવી હતી. ગત વર્ષે 1 જૂનના રોજ ભારતીય સેનાના ઉપાધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થયા હતા. તેમણે ગત વર્ષે ઓછા રક્ષા બજેટ અને જૂની સૈન્ય મશીનરીને લઈ સરકારની આલોચના પણ કરી હતી.

લોકસભા ચૂંટણી 2019 માટે અહીં યોજાયું મતદાન, જાણો કોણે આપ્યો પ્રથમ વોટ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને શું આપી ધમકી, જાણો વિગત