નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં રાજનીતક પક્ષ એક બીજા પર નિશાન સાધવાની એક પણ તક નથી છોડી રહ્યા. નેતાઓ નિવેદનમાંથી મર્યાદા ગાયબ થઈ ગઈ છે. જોકે રાજનીતિક પક્ષોને લાગે છે કે, મતદાતાઓના દિલમાં ઉતરવા માટે આ એક સારી તક છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યો છે.



પશ્ચિમ બંગાળના રાયગંજમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી હિંસા અને રમખાણના રસ્તે રાજનિતીમાં આવ્યા છે. જો હિટલર જીવતો હોત તો મોદીની ગતિવિધિઓ જોઈને આત્મહત્યા કરી લીધી હોત. મમતાએ કહ્યું હતું કે ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકશે નહીં.

મમતાએ કહ્યું હતું કે કોંગ્રેસ, ભાજપને પડકાર આપી શકી નહીં જેના કારણે ભાજપનો વિકાસ થયો છે. મોદી રમખાણ અને હિંસાના માધ્યમથી રાજનીતિમાં આવ્યા છે. તે ફાસીવાદના રાજા છે. એક વખત મોદી સત્તામાંથી બહાર થઈ જાય તો આપણે બધા એક નવા ભારતના નિર્માણ માટે કામ કરીશું.