હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. તે દરમિયાન હાર્દિક પટેલની સભા ચાલી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને લાથો મારી દીધો હતો ત્યાર બાદ હાર્દિક અને તેની વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં.
હાર્દિક પટેલને થપ્પડ મારનારની લોકોએ ધોલાઈ કરી હતી ત્યાર તેને નગ્ન કરી દીધો હતો. થપ્પડ માર્યા બાદ દોડધામ સર્જાઈ ગઈ હતી.