રાજકોટઃ જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના પક્ષ પલટો કરવાની ઘટનાઓ વધી રહી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કોઠી ગામના સરપંચ ગોવિંદભાઈ અને ઉપ-સરપંચ જેસિંગભાઈ ચાવડા ભાજપમાં જોડાયા છે.

આ અંગે ગોવિંદભાઈએ કહ્યું હતું કે, ગામના વિકાસના કામો થતાં ન હોવાથી ગામ લોકોની સહમતીથી કોંગ્રેસમાં જોડાયા છીએ. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસમાં હાલ તોડ-જોડની નીતિ ચાલી રહી છે. જેમાં કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાય છે જ્યારે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે.