રાહુલ ગાંધીએ કહ્યું કે, બીસી ખંડૂરીએ પૂરી જિંદગી સેનામાં વીતાવી હતી. પરંતુ તેમણે સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર સરકાર દ્વાર ભરવામાં આવેલા પગલા અંગે કહ્યું તો રક્ષા મામલાની સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, બીજેપી પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટ ગઈકાલે તેમને દિલ્હીમાં મળ્યા હતા અને માનાવ્યા હતા. પરંતુ તેઓ માન્યા નહોતા.
ખંડૂરી 36 વર્ષ સુધી સેનામાં રહ્યા હતા. જે બાદ તેઓ રાજનીતિમાં આવ્યા હતા. ભુવન ચંદ ખંડૂરી 2007થી 2009 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહ્યા હતા અને 2014માં ગઢવાલથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1991માં પ્રથમ વખત ગઢવાલથી સાંસદ બન્યા હતા. અટલ બિહારી વાજપેયીએ તેમને 2000માં કેન્દ્રીય મંત્રી બનાવ્યા હતા.
ઉત્તરાખંડની 5 લોકસભા સીટો પર પ્રથમ તબક્કામાં 11 એપ્રિલના રોજ વોટિંગ થશે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં તમામ પાંચ સીટો જીતી હતી. ઉત્તરાખંડમાં હાલ ભાજપ સત્તામાં છે.
અમેરિકાઃ આણંદના યુવક પર થયો હુમલો, યુવક પર કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો