આ દિગ્ગજ નેતાની ધમકી, જો 370 અને 35 એ કલમ નાબૂદ કરાશે તો કાશ્મીર નહીં દેશ ભડકે બળશે
abpasmita.in | 09 Apr 2019 07:17 AM (IST)
જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ફરી એક વખત દેશ વિરોધી નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ફરી એક વખત દેશ વિરોધી નિવેદન આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં કલમ 370 અને 35 એ હટાવવાનો ઉલ્લેખ કરવા પર મેહબૂબા મુફ્તીએ દેશદ્રોહી નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ ટિ્વટ કરી કહ્યું કે ભાજપ રાજ્યમાંથી કલમ 370 હટાવવાની વાત કરે છે. જો 370 કલમ નાબૂદ કરવામાં આવશે તો કાશ્મીર નહીં દેશ સળગશે. તેમણે કહ્યું કે એવું થશે તો આપણે જાતે જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઇ જઈશું કેમ કે ત્યારે ભારતીય બંધારણ જમ્મુ-કાશ્મીર પર લાગુ નહીં પડે. મહેબૂબાએ લખ્યું કે ‘નહીં સમજોગે તો મિટ જાઓગે એ હિન્દુસ્તાનવાલો, તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દાસ્તાનો મેં.’ મહેબૂબાના આ નિવેદનને દિલ્હી હાઈકોર્ટમાં ફારુખ અને મહેબૂબાને લોકસભા ચૂંટણી લડવાથી બેન કરવા માટે નાખવામાં આવેલી પીઆઈએલ સાથે પણ સાંકળીને જોવાઈ રહ્યું છે. રાજનાથ સિંહે ફરી કહ્યું કે આજે જો કોઈ જમ્મુ-કાશ્મીર માટે અલગ પીએમની વાત કરે છે તો કલમ 370 અને 35ને નાબૂદ કરવા ઉપરાંત કોઈ વિકલ્પ બાકી નહીં રહે.