Mehsana Lok Sabha Seat: ગુજરાતમાં લોકસભાનો પ્રચાર જામી રહ્યો છે. આ દરમિયાન મહેસાણાના એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સોગંધ લેવાયા હતા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સોગંધ લેવાયા હતા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે સોગંધ લેવડાવ્યા હતા. તમામ સાગા સબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સોગંધ લેવાયા હતા. આ અગાઉ વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંધ લેવાયા હતા.


મહેસાણા લોકસભાના કોગ્રેસના ઉમેદવાર રામજીભાઇ ઠાકોર ભુવાજીના શરણે પહોંચ્યા હતા. નડાસા ગામે હતો યોજાયેલા રમેલના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર ભુવાજીની રમેલમાં પહોંચ્યા અને ભુવાજીને હાર પહેરાવી રામજી ઠાકોરે આશીર્વાદ લીધા હતા. રામજી ઠાકોર પહોંચ્યા ત્યારે ભુવાજી સાથેના ગાયકે રામજી ઠાકોરને જીતાડવાની વાત કરી હતી.


અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે શુક્રવારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. અંદાજ 2 કલાક સુધી સંકલન સમિતિની બેઠક ચાલી હતી. બેઠકમાં રમજુબા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી હતી.   ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રૂપાલા સામે વધુ એક આંદોલનની જાહેરાત કરાઈ હતી સમિતિએ કહ્યું કે, 'રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ 'ધર્મ રથ' કાઢવામાં આવશે. સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે. પરશોત્તમ રૂપાલાને 100 ટકા હરાવવામાં આવશે. 5 લાખની લીડથી જીતની વાત ભાજપ ભૂલી જાય. ગુજરાતમાં ભાજપને બોયકોટ કરવામાં આવશે. ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર વિરોધ કરવાની જાહેરાત કરી છે. બોયકોટ ભાજપ અને 'મત એ જ શસ્ત્ર'નું ક્ષત્રિય સમાજે નવું સૂત્ર આપ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પર ક્ષત્રિય સમાજ વધુ આક્રમક રીતે કાર્યક્રમો આપશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે. ભાજપના પ્રતિનિધિઓના પ્રચારનો વિરોધ કરીશું. ક્ષત્રિયો પાંચ ઝોનમાં પાંચ ધર્મરથ કાઢશે. આ ધર્મ રથના માધ્યમથી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને સમજાવવામાં આવશે. કચ્છમાં આશાપુરા મંદિરથી રથ નીકળશે. જિલ્લા સમિતિઓ ધર્મરથનું આયોજન કરશે. વિરોધ માટે યુવાનોની સમિતિ બનાવાશે.