TMCના કયા ગ્લેમરસ બે મહિલા સાંસદોએ બોલ્ડ ડાન્સ કર્યો, જુઓ આ રહ્યો વીડિયો
abpasmita.in | 29 May 2019 02:16 PM (IST)
આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ બંને અભિનેત્રીનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને ફિલ્મ મેકર રામગોપાલ વર્માએ પણ શેર કર્યો છે, જેમાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં એક અંગ્રેજી સોંગ પર બોલ્ડ ડાન્સ મૂવ્સ દર્શાવતી જોવા મળી રહ્યાં છે.
નવી દિલ્હી: મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ બનેલી અભિનેત્રી મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં લોકસભા ચૂંટણીમાં ઉતરતાની સાથે જ ચર્ચામાં આવી ગઈ હતી. હવે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પણ તેમના વિશે ચર્ચા રોકાવાનું નામ લેતી નથી. આ બે સુંદર ચહેરા સંસદ પહોંચવાના છે તેવું સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ બંને અભિનેત્રીનો એક ટિકટોક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને ફિલ્મ મેકર રામગોપાલ વર્માએ પણ શેર કર્યો છે, જેમાં મિમી ચક્રવર્તી અને નુસરત જહાં એક અંગ્રેજી સોંગ પર બોલ્ડ ડાન્સ મૂવ્સ દર્શાવતી જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં બન્ને ખુશ જોવા મળી રહ્યાં છે. આ વીડિયોને શેર કરતાં રામગોપાલ વર્માએ લખ્યું કે, Wow Wow Wow!!! બંગાળના નવા એમપી... મિમી ચક્રવર્તી અને નુસરત જહાં. હિન્દુસ્તાન હકીકતમાં ખૂબ પ્રગતિશીલ છે. આવા એમપીનું સ્વાગત છે જેને જોઈને આંખોને આટલું સારું લાગી રહ્યું છે.