નવી દિલ્હીઃ બીજેડી અધ્યક્ષ નવીન પટનાયકે આજે સતત પાંચમી વાર ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યમાં એક મોટા સમારોહ યોજીને તેમને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પટનાયક 5 માર્ચ, 2000થી રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળી રહ્યાં છે.

નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ રાજ્યની વિધાસભામાં જબરદસ્ત પ્રદર્શન કરતાં 147 બેઠકોમાંથી 112 બેઠકો પર જીત મેળવી હતી. આ સાથે જ તેમને બહુમતી પણ મેળવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પણ બીજેડીએ 21માંથી 13 બેઠકો જીતીને શાનદાર પ્રદર્શન કર્યુ હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નવીન પટનાયકે શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, નવીન પટનાયકે પીએમ મોદીને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યુ હતુ પણ તેઓ હાજર રહી શક્યા ન હતા.