નવી દિલ્હીઃ મિશન શક્તિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપેલા સંદેશનો મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. અનેક પક્ષોએ આ અંગે વાંધો ઉઠાવતાં ચૂંટણી પંચને પૂછ્યું હતું કે, આખરે પીએમને આની જાહેરાત કરવાની મંજૂરી કેમ આપવામાં આવી ? માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું કે, શું આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. ટીએમસી અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપીએ પણ પીએમના રાષ્ટ્રના નામે સંબોધન પર વાંધો ઉઠાવ્યો છે. યેચુરીની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સરકાર પાસેથી પીએમ મોદીના ભાષણની કોપી માંગી છે.


સીતારામ યેચુરીએ શું લખ્યું ?

સીતારામ યેચુરીએ તેમના પત્રમાં લખ્યું કે, આ પ્રકારનું મિશન દેશને સામાન્ય રીતે DRDO બતાવે છે, પરંતુ આ વખતે પ્રધાનમંત્રીએ તેને લઇ રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર છે. આ સ્થિતિમાં આચારસંહિતા લાગુ થયા બાદ તેની મંજૂરી કેવી રીતે આપી શકાય ?

યેચુરીએ ચૂંટણી પંચને પૂછ્યું કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના નામે સંદેશ અંગે પંચને ખબર હતી ? શું ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રના નામે સંબોધનની મંજૂરી આપી હતી ? સમગ્ર દેશ જાણવા માંગે છે કે આખરે ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રના નામે સંબોધન કરવાની મંજૂરી કેવી રીતે આપી.


મિશન શક્તિની જાહેરાત વૈજ્ઞાનિકોએ કરવી જોઈતી હતીઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, મિશન શક્તિ એક રાજકીય જાહેરાત છે. તેની જાહેરાત વૈજ્ઞાનિકોએ કરવી જોઈતી હતી. તેમનો શ્રેય વૈજ્ઞાનિકોને મળવો જોઈએ. અમે ચૂંટણી પંચને તેની ફરિયાદ કરીશું.


શું કહ્યું હતું વડાપ્રધાન મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આજે સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે થોડી મિનિટો અગાઉ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે આજે અંતરિક્ષમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકા, ચીન અને રશિયા બાદ આવી સિદ્ધિ હાંસલ કરનાર ભારત ચોથો દેશ બન્યો છે. વડાપ્રધાને કહ્યું કે, ભારતે અંતરિક્ષમાં એક સેટેલાઇટને તોડી પાડ્યો છે. ભારતે આ મિશનને ‘મિશન શક્તિ’નું નામ આપ્યું છે. આજે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બની ગયું છે. LEO સેટેલાઇટને તોડી પાડ્યો છે અને આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું. આ મિશનને ફક્ત ત્રણ મિનિટમાં પુરુ કર્યું છે.


અંતરિક્ષમાં ભારતે બતાવી ‘શક્તિ’, ત્રણ મિનિટમાં તોડી પાડ્યો સેટેલાઇટઃ PM મોદી

લો અર્થ ઓર્બિટ શું હોય છે? જ્યાં ભારતે બતાવી દુનિયાને શક્તિ