આઈઝોલ: મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટી બહુમત પાર્ટી તરીકે ઉભરી આવી છે. જ્યારે કૉંગ્રેસે  માત્ર 5 બેઠકો પર જીત મેળવી છે અને ભાજપે 1 બેઠક પર.  મિઝોરમમાં 40 બેઠકોમાંથી એમએનએફ 26 બેઠકો મોટી જીત હાંસલ કરી  છે. મિઝોરમમાં કોગ્રેસના મુખ્યમંત્રી લલથનહવલાનાને બંન્ને બેઠકો પરથી હાર મળી છે. મિઝોરમ પૂર્વોત્તરનું એકમાત્ર રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સરકાર હતી.


મિઝોરમમાં 28 નવેમ્બરના મતદાન યોજાયું હતું. મિઝોરમની 40 વિધાનસભા બેઠકોની ચૂંટણી ભાજપ માટે મહત્વપૂર્ણ છે. પૂર્વોત્તરનું આ એકમાત્ર રાજ્યને જ્યાં ભાજપની સરકાર નથી. રાજ્યની વસ્તી આશરે 10 લાખ છે. વર્ષ 2013માં કૉંગ્રેસે 34 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે વિપક્ષી દળ મિજો નેશનલ ફ્રંટના ખાતામાં 5 અને મિઝોરમ પીપુલ્સ કૉંગ્રેસના ખાતામાં 1 બેઠક આવી હતી.