2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ખુમાનસિંહ ચૌહાણ કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાયા હતા. પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુમાનસિંહની ઘર વાપસી કરવામાં આવી હતી. નારાજ થયેલા હોદ્દેદારો પોતાના રાજીનામાં બાદ હવે રજૂઆત કરવા માટે પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળને મળશે.
નારાજ થયેલા કોંગ્રેસના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, અમે ભલે હોદ્દા પરથી રાજીનામાં આપ્યા હોય પરંતુ અમે કોંગ્રેસ માટે કામ કરતા રહીશું. અમને વિશ્વાસમાં લીધા વગર પાર્ટીએ ખુમાનસિંહને પક્ષમાં પરત લેવામાં આવ્યા હોવાની વાતથી અમે નારાજ છીએ. બાકી ખુમાનસિંહ કોંગ્રેસમાંથી આવવાથી પક્ષ મજબૂત થાય તેમાં અમને કોઇ વાંધો નહોતો.