64માં ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહને ફિલ્મ 'પદ્માવત' માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો. રણવીરને આ એવોર્ડ તેની જ પત્ની દીપિકા પાદુકોણનાં હસ્તે મળ્યો. આ એવોર્ડ લેતા સમયે રણવીર સ્ટેજ પર ઘુટણીયે બેસી ગયો. અને તે બાદ તેણે અને દીપિકાએ લિપલોક પણ કર્યું.
રણવીર સિંહ ઉપરાંત આયુષ્માન ખુરાનાને આ કેટેગરીમાં ફિલ્મ 'અંધાધુન' માટે એવોર્ડ મળ્યો. આયુષ્માને કહ્યું કે, દીપિકા અને રણવીર સિંહે તેમનાં હનીમૂન પર અંધાધુન ફિલ્મ જોઇ હતી. અને તે બાદ મને ફોન પણ કર્યો હતો.