કમલનાથના નજીકના લોકોના જણાવ્યા મુજબ, આ પહેલા છિંદવાડાથી નવ વખત લોકસભા સાંસદ રહેલા કમલનાથ જિલ્લાની સૌંસર વિધાનસભા સીટ પરથ પેટાચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા હતા. આ વિસ્તાર નાનો હોવાથી અને બીજેપી તેમની સામે કુપ્રચાર કરી શકે છે તેથી તેમણે સૌંસરથી પેટાચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
કમલનાથે 17 ડિસેમ્બર, 2018ના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હાલ કમલનાથ છિંદવાડા લોકસભા સીટ પરથી સાંસદ છે અને નિયમ મુજબ તેમણે રાજ્યના મુખ્યમંત્રી બન્યાના છ મહિની અંદર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવું પડે છે. કમલનાથ 1980થી છિંદવાડા લોકસભા સીટ પર નવ વખત સાંસદ રહી ચુક્યા છે. 2018માં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે છિંદવાડા જિલ્લાની તમામ આઠ વિધાનસભા સીટો પર વિજય મેળવ્યો હતો.