કાની કુસૃતિએ કોકટેલ અને શિખર જેવી નોંધનીય ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તમિલ ફિલ્મો પિસાસૂ અને બર્મામાં નાનો રોલ કર્યો છે. જોકે, શોર્ટ ફિલ્મ માથી તેને ઓળખ મળી હતી. જે બાદ તે તમિલ દર્શકોમાં એક લોકપ્રિય ચહેરો બની ગઈ હતી.
કાનીની જેમ અનેક એક્ટ્રેસે પણ મલયાલમ-તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બીજી બાજુ સામે લાવવામાં મદદ કરી છે. સિંગર ચિન્મઇ શ્રીપદાથી લઈ રાઇટર લીના મણિમેકલઇ પણ ખુલીને સામી આવી છે. ચિન્મઇ શ્રીપદાએ ખુલાસો કર્યો હતો કે, સિંગર કાર્તિએ તેના નામનો ખોટો ફાયદો ઉઠાવીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, કાર્તિએ તેના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. પોતે નિર્દોષ હોવાનું જણાવી તેણે કહ્યું કે, મેં ક્યારેય કોઇ મહિલાને હેરાન કરી નથી.