નવી દિલ્હીઃ પ્રદૂષણ સંબંધી નિયમોમાં ફેરફાર થવાના કારણે ટાટા મોટર્સ ધીમે ધીમે તેના પોર્ટફોલિયોમાંથી નાની ડીઝલ કાર હટાવી દેશે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, BS-VI નિયમ લાગુ થયા બાદ નાની ડીઝલ ગાડીઓના મામલે કમ્પ્લાયન્સ મોંઘું થઇ જશે. કંપનીનો ખર્ચ વધી જશે. આ સ્થિતિમાં કાર્સની કિંમત વધારવી પડશે. આથી સ્વભાવિક રીતે ડીઝલ ગાડીઓનું વેચાણ ઘટશે. અમને લાગે છે કે, એન્ટ્રી અને મિડ સાઇઝની ડીઝલ મોડલની માંગ ઓછી રહેવાથી ઓછી કેપેસિટીના એન્જિનના ડેવલોપમેન્ટમાં આવનાર ઊંચા ખર્ચ યોગ્ય નહીં હોય.


ટાટા મોટર્સ હાલ એન્ટ્રી લેવલની હેચબેક ટિયાગો એક લીટર ડીઝલ એન્જિન સાથે વેચે છે.  આ ઉપરાંત કંપની સેડાન કાર ટિગોર 1.05 લીટરના ડીઝલ એન્જિન અને જૂના મોડલની બોલ્ટ તથા જેસ્ટ કાર પણ 1.3 લીટર ડીઝલ એન્જિન સાથે વેચે છે. કંપની તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું કે, ઊંચા ખર્ચના લીધે નાની કાર માટે નવા એમિશન નોર્મ્સ પ્રમાણે ડીઝલ એન્જિન ડેવલપ કરવું લાભદાયી નહીં હોય. તેનાથી કારની કિંમત વધશે અને માંગ પણ ઓછી રહેશે.

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા પહેલા જ 2020થી ડીઝલ કારનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી ચુકી છે. મારુતિ સુઝુકી તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, BS-VI એમિશન નિયમ લાગુ થયા બાદ ડીઝલ ગાડીઓનું વેચાણ બંધ કરવાનું પગલું ઉઠાવશે. કેમ કે, નવા નિયમો પ્રમાણે ડીઝલ એન્જિનને અપગ્રેડ કરવામાં મોટી રકમ ખર્ચ થશે. પરિણામે તે કાર ખરીદદારોની પહોંચથી દૂર થઈ જશે.

BJP મહિલા નેતાએ TMC કાર્યકર્તાઓને આપી ખતરનાક ધમકી, યુપીથી લોકોને બોલાવી કૂતરાના મોતે મારીશ

PM મોદીએ મમતા બેનર્જી સાથે ફોની અંગે વાતચીતની કોશિશ કરી, પણ ન મળ્યો કોઇ જવાબ