હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પર કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની કથિત રીતે વકીલાત કરવાવાળી ટિપ્પણીને લઇને નિશાન સાધ્યુ. પીએમે કોંગ્રેસ અને મહાગઠબંધનના નેતાઓને કહ્યું કે, તેઓ આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરે. પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કહ્યું કે, મીડિયામાં એવા સમાચાર છે કે ઉમર અબ્દુલ્લાએ કહ્યં છે કે કાશ્મીર માટે એક અલગ વડાપ્રધાન હોવા જોઇએ.


પીએમ મોદીએ સવાલ કર્યો, ''હિન્દુસ્તાન માટે બે વડાપ્રધાન? શું તમે આ વાતથી સહમત છો? કોંગ્રેસે જવાબ આપવો પડશે અને મહાગઠબંધનના બધા સહયોગીઓએ પણ જવાબ આપવો પડશે. શું કારણ છે અને તેમને આવું કહેવાની હિંમત કઇ રીતે થઇ.''



વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરીને મહાગઠબંધન પાસે આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી.