નોંધનીય છે કે, 2014ની લોકસભામાં બીજેપીને કુલ 543 બેઠકોમાંથી 282 બેઠકો મળી હતી, જેમાં એનડીએમાં 30થી વધુ પાર્ટીઓ સામેલ થઇ હતી. જેમાં 7 સૌથી મોટા પ્રાદેશિક પક્ષો બીજેપી માટે મદદગાર સાબિત થયા હતા. આ વખતની ચૂંટણીમાં કયા પક્ષો સાથ આપી રહ્યાં છે જાણો વિગતે..
એનડીએમાં સામેલ થનારી પાર્ટીઓ....
જેડીયુ-એલજેપી- બિહારમાં એનડીએને આ બે પક્ષો સૌથી વધુ મદદ કરી શકે છે.
શિવસેના- મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની પાર્ટી એનડીએમાં સામેલ છે.
અકાલી દળ- પંજાબમાં બીજેપી ગઠબંધનમાં અકાલી દળ જોડાયેલુ રહ્યું છે.
એઆઇડીએમકે અને પીએમકે- સાઉથ ઇન્ડિયામાં બીજેપી અને એનડીએને આગળ વધારવા માટે આ બે પક્ષો મદદ કરી રહ્યાં છે.
અપના દળ- ઉત્તરપ્રદેશમાં અપના દળ એનડીએને મદદ કરી શકે છે. 2014માં અપના દળે રાજ્યમાં 71માંથી 2 બેઠકો કબ્જે કરી હતી.
યુપીએમાં સામેલ થયેલી પાર્ટીઓ...
2014માં કારમી હારનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસ ગઠબંધન યુપીએમાં આ વખતે મુખ્યરીતે 6 પાર્ટીઓ છે.
આરજેડી- બિહારમાં કોંગ્રેસને લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી સપોર્ટ કરી રહી છે. સાથે જિતનરામ માંઝીની હમ, ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી આરએલએસસી પણ છે.
ડીએમકે અને એમડીએમકે- સાઉથ ઇન્ડિયામાં યુપીએની સાથે આ બે પક્ષો મદદગાર સાબિત થઇ શકે છે. જોકે, 2014માં આ પાર્ટીઓ નિષ્ફળ રહી હતી.
જેડીએસ- કર્ણાટકમાં કોંગ્રેસની સાથે સરકાર બનાવીને સત્તામાં રહેલી જેડીએસ યુપીએની સાથે છે.
એનસીપી- શરદ પવારનો પક્ષ મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાની સામે યુપીએને મદદ કરી રહ્યો છે.
નેશનલ કૉન્ફરન્સ- જમ્મુ-કાશ્મીરમાં 6 લોકસભા બેઠકો જીતવા માટે યુપીએને આ પક્ષ સાથ આપશે.