નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી પંચે ગઇકાલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આગામી લોકસભા 2019ની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી. આની સાથેજ દેશભરમાં આચરસંહિત લાગુ પડી ગઇ હતી.



આચાર સંહિતા જેવી લાગુ થઇ, એવી જ જ્યાં જ્યાં નેતાઓના હોર્ડિંગ્સ અને પૉસ્ટર્સ લગાડેલા હતા, તે ટપોટપ ઉતરવા લાગ્યા હતા, આ કામ જે તે વિસ્તારના વહીવટી તંત્રએ શરૂ કરી દીધુ હતુ. હવે જે પણ પ્રચાર સામગ્રીનો વપરાશ થશે તે ચૂંટણી પંચની દેખરેખ હેઠળ જ થશે.


નોંધનીય છે કે, 17મી લોકસભા માટે 11 એપ્રિલથી 19 મે સુધી દેશભરમાં મતદાન યોજાશે, અને 23 મેએ દેશને નવી સરકાર મળી જશે.