NCERT On Periodic Table: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગે પીરિયડિક ટેબલ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, તેને શાળાના અભ્યાસક્રમમાંથી હટાવવામાં આવ્યો નથી. હકીકતમાં થોડા દિવસો પહેલા આવા અહેવાલો ફરતા થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, NCERTએ ઇવોલ્યુશન અને પીરિયોડિક ટેબલને અભ્યાસક્રમમાંથી હટાવી દીધું છે. જો કે, હવે તેણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે તેને અભ્યાસક્રમમાંથી હટાવવામાં આવ્યું નથી, પરંતુ ધોરણ 11માની પાઠ્યપુસ્તકના યુનિટ 3માં તેને ખૂબ જ વિગતવાર આપવામાં આવ્યું છે. અહીંથી વિદ્યાર્થીઓ તેનો વિગતવાર અભ્યાસ કરી શકે છે.


આ અહેવાલોને નકારી કાઢ્યા


એનસીઇઆરટીએ સ્પષ્ટતા કરી છે કે, ઇવોલ્યુશન અને પીરીયોડિક ટેબલને પડતી મૂકવાના અહેવાલો ખોટા છે. ઉત્ક્રાંતિની વાત હોય કે સામયિક કોષ્ટક, બંને પાઠ્યપુસ્તકમાં વિગતવાર હાજર છે. ઉત્ક્રાંતિ પર એક સંપૂર્ણ પ્રકરણ છે (પ્રકરણ - 6 અને પૃષ્ઠ નંબર 110 થી 126). આમાં ઉત્ક્રાંતિની વિભાવના અને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને વિગતવાર સમજાવવામાં આવ્યું છે.


ટ્વીટમાં શું લખ્યું છે?


આ સંબંધમાં NCERT દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ટ્વીટમાં લખ્યું છે કે – શાળાના અભ્યાસક્રમમાંથી સામયિક કોષ્ટક દૂર કરવામાં આવ્યું નથી, પરંતુ તે એકમ - 3 'તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં સામયિકતા' (પાનું 74-99)માં ખૂબ જ વિગતવાર છે. તે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે.


બીજા ટ્વીટમાં આપવામાં આવ્યું છે કે – ઈવોલ્યુશન પર એક સંપૂર્ણ પ્રકરણ છે (પ્રકરણ – 6 – ઈવોલ્યુશન, પેજ 110-126 વર્ગ 12મી એનસીઈઆરટી પાઠ્યપુસ્તક) જે ઈવોલ્યુશન અને ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઈવોલ્યુશનને ગ્રેડમાં વિગતવાર સમજાવે છે.


ટીકા થઈ રહી હતી


આ બંને વિષયોને હટાવવાના સમાચાર પર NCERTની દરેક જગ્યાએ ટીકા થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ પ્રકરણો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બાળકો માટે તેને દૂર કરવું યોગ્ય નથી. જોકે, હવે NCERTએ આ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે, તેમને હટાવવામાં આવ્યા નથી. તે કહે છે કે, સામગ્રી વય-યોગ્ય છે અને વિદ્યાર્થીઓ પરનો ભાર ઓછો કરવા માટે રોગચાળાના સમયે અભ્યાસક્રમમાં ઇરાદાપૂર્વક ઘટાડો કરવામાં આવ્યો હતો.


ઓડિશા રેલ દુર્ઘટનાનું કારણ આવ્યું સામે,રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ક્યાં સુધી હાલત થઈ જશે સામાન્ય


બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનાને 36 કલાકથી વધુ સમય વીતી ગયો છે. ઓડિશાની હોસ્પિટલોમાં હજુ પણ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે હાજર છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે તેઓને રેલ દુર્ઘટનાનું સાચું કારણ ખબર પડી ગઈ છે.


અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તપાસનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. તેમણે કહ્યું કે, ગઈકાલે (3 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે (3જી જૂન) એક ટ્રેકનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. આજે એક ટ્રેકને સંપૂર્ણ રિપેર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. તમામ કોચને હટાવી લેવામાં આવ્યા છે અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. કામગીરી ઝડપથી ચાલી રહી છે અને બુધવાર સવાર સુધીમાં સામાન્ય રૂટ ચાલુ થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.