Gujarat Election2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ આજે મોદી 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે


PM મોદીની 4 સભા


વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે. 


અમિત શાહ 3 સભાને સંબોધશે


કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે 3 સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે જસદણમાં, બપોરે 1 વાગ્યે પાટડીમાં અને સાંજે 5 વાગ્યે બારડોલીમાં સભા કરશે  તો જેપી નડ્ડા આજે ગઢડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે  તો યૂપીના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ આજે ત્રણ ચૂંટણી સભા અને એક રોડ શો યોજશે.


યોગી આદિત્યનાથસભાને ગજવશે


સુરતમાં આજે  ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારકામાં દર્શનાર્થે પહોંચશે બાદ  વરાછા વિસ્તારમાં  ભવ્ય રોડ શો કરશે તો સાંજે 6 વાગ્યે ઉમિયાધામ મંદિરથી નીકળી ને શ્યામધામ સરથાણા ખાતે સુધી રેલી કરશે ...5 કિલોમીટર લાંબી યાત્રા માં હજારો લોકો એકત્રિત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તેઓ રાપરમાં આજે રેલી યોજશે. 


Gujarat Election 2022: 'BJP-કૉંગ્રેસ એવુ કપલ જે લગ્ન પહેલા ચોરી છૂપે મળે છે', અરવિંદ કેજરીવાલનો કટાક્ષ


Arvind Kejriwal Couple Remark for BJP Congress: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ  જેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, તેમણે મંગળવારે (22 નવેમ્બર) ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે બંને પક્ષો પર મિલીભગતનો આરોપ લગાવ્યો, સાથે જ ભાજપના સીએમ ચહેરા ભૂપેન્દ્ર પટેલને કઠપૂતળી ગણાવ્યા. કેજરીવાલે બીજેપી-કોંગ્રેસની સરખામણી એવા કપલ સાથે કરી જે લગ્ન પહેલા ગુપ્ત રીતે મળે છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિધાનસભા ક્ષેત્રમાં તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી માટે પ્રચાર કરતા કેજરીવાલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કઠપૂતળી મુખ્યમંત્રી છે જે પોતાના પટાવાળાની નિમણૂક પણ કરી શકતા નથી.


કેજરીવાલે શું કહ્યું ?


કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની જનતાની સામે બે ચહેરા છે. એક ઇસુદાન ગઢવી અને બીજા ભૂપેન્દ્ર પટેલ. તમે કોને વોટ આપશો, કોને મુખ્યમંત્રી બનાવશો?'' તેમણે કહ્યું કે ઇસુદાન ગઢવી યુવાન અને શિક્ષિત માણસ છે. જેનું હૃદય ગરીબો માટે ધડકે છે અને તે એક ખેડૂતનો પુત્ર પણ છે. જ્યારે તેણે ટીવી પર એક શો હોસ્ટ કર્યો હતો, ત્યારે તેણે ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા અને તુ-તુ-મેં-મૈં બોલ્યા નહોતા. તેમણે ખેડૂતો માટે કામ કર્યું હતું અને ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ છે. તેમની પાસે સત્તા નથી, તેઓ કઠપૂતળી મુખ્યમંત્રી છે. તે પોતાના પટાવાળાને પણ બદલી શકતા નથી. તેઓ સારા માણસ છે, ખરાબ નથી. મેં સાંભળ્યું છે કે તેઓ ખૂબ જ ધાર્મિક છે પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી, તેઓ કઠપૂતળી સીએમ છે.









કેજરીવાલે લોકોને પૂછ્યું કે શું તેમને કઠપૂતળી મુખ્યમંત્રી જોઈએ છે કે શિક્ષિત મુખ્યમંત્રી? કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે સોમવારે (21 નવેમ્બર) ખંભાળિયામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રેલીમાં ખુરશીઓ ખાલી રહી હતી. તેમણે કહ્યું કે, "ખંભાળિયાના લોકો તેમની (અમિત શાહ)ની રેલીમાં ગયા નથી અને હજારો લોકો અહીં આવ્યા છે, તેઓ અહીં તેમના પુત્ર ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા આવ્યા છે."


કેજરીવાલે ભાજપ-કોંગ્રેસને એક કપલ કહ્યું


AAP નેતા કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે અગાઉ લોકો પાસે ભાજપને જડમૂળથી ઉખેડી નાખવાનો વિકલ્પ પણ નહોતો અને કોંગ્રેસ અંદરથી શાસક પક્ષ સાથે મિલીભગત કરી રહી છે. કેજરીવાલે બીજેપી અને કોંગ્રેસની સરખામણી એવા કપલ સાથે કરી હતી જે લગ્ન પહેલા ગુપ્ત રીતે મળે છે.


કેજરીવાલે કહ્યું, “જ્યારે તમે તેમને પૂછશો તો તેઓ કહેશે કે તેમની વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. એ જ રીતે તમે તેમને (કોંગ્રેસ-ભાજપ) પૂછો તો તેઓ કહેશે કે અમારી વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. હું તેમને કહું છું કે બહુ થયું, તેઓ ખુલ્લા પડી ગયા છે અને તેમણે લગ્ન કરી લેવા જોઈએ. દરેક વ્યક્તિ જાણે છે કે તમે દંપતી છો, તેથી લગ્ન કરો." તેણે કહ્યું કે હવે આમ આદમી પાર્ટી તરીકે પસંદગી કરવાની વાસ્તવિક તક છે. કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં તેમની પાર્ટીની લહેર છે.