Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ

ચૂંટણી પંચે કહ્યું છે કે, ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતાઓ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ભાષણોની ગંભીર અસર થાય છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 Apr 2024 01:33 PM
Lok sabha Election 2024 Live Update: ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા 'મોડલ કોડ ઓફ કન્ડક્ટ' (MCC)ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નોટિસ પાઠવીને 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.


ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા. આ અંતર્ગત, પ્રથમ પગલા તરીકે, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગના આરોપોનો અનુક્રમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. આમાં તેમને 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા અને તેમના સ્ટાર પ્રચારકોને આચારસંહિતાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Lok sabha Election 2024 Live Update: ક્ષત્રિય સમાજને સમજાવવાના ભાજપના પ્રયાસ યથાવત

હર્ષ સંઘવી અને રત્નાકરજી ભાજપ વતી સતત ડેમેજ કંટ્રોલના પ્રયાસ  કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે 10થી વધુ  બેઠક થઇ ચૂકી છે,ક્ષત્રિય સમાજની લાગણીનો આદર કરવાની સૂચના અપાય છે.સમાજની લાગણી વ્યકત કરતા સમયે ઘર્ષણ ન થાય તેની સૂચના અપાઇ, ક્ષત્રિયોની સમજાવટ માટે કરાયેલા પ્રયાસની જાણકારી અપાય છે,ક્ષત્રિયો અને ભાજપ સિક્કાની બે બાજુ હોવાની પણ વાત કરાઇ રહી છે. કોઈ પણ પ્રકારનો વર્ગવિગ્રહ ન થાય તે માટે સૂચના અપાય છે

Lok sabha Election 2024 Live Update:સુરેન્દ્રનગરના મુળી ગામે પહોંચ્યો ક્ષત્રિય સમાજનો ધર્મ રથ

ક્ષ્રત્રિય સમાજનો રથ સુરેન્દ્રનગરના મુળી ગામે પહોંચ્યો છે. મુળી ગામના લોકોએ ધર્મ રથનું  સ્વાગત કર્યું હતું.ધર્મ રથથી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની કરાઈ અપીલ  કરાઇ રહી છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો જોડાયા

Lok sabha Election 2024 Live Update: લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં PMનો પ્રચંડ પ્રચાર

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં PM મોદી પ્રચંડ પ્રચાર કરશે. બે દિવસમાં PM મોદી છ જાહેર સભાને  સંબોધિત કરશે. 1 મેએ ડીસા,હિંમતનગરમાં PMની જનસભા યોજાશે. 2 મેએ આણંદ, સુરેન્દ્રનગરમાં PM કરશે જનસભાને સંબોધન કરશે, 2મેએ જૂનાગઢ અને જામનગરમાં PM મોદી  ઝંઝાવાતી પ્રચાર કરશે

Lok sabha Election 2024 Live Update: લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપની તૈયારી

Lok sabha Election 2024 Live Update:  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે વીડિયો કોન્ફ્રેસથી બેઠક કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ જોડાશે વીડિયો કોન્ફ્રેસથી બેઠકમાં,સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ બેઠકમાં જોડાશે. PMના પ્રવાસ અને ચૂંટણીની તૈયારીની ચર્ચા કરશે.

Lok sabha Election 2024 Live Update: છેલ્લા ત્રણ દિવસથી નિલેશ કુંભાણી ગાયબ

સુરત કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સતત તે શંકાના ઘેરામાં છે. કોંગ્રેસ પક્ષ પણ તેઓ ગદ્દાર હોવાના આક્ષેપ લગાવી રહયું છે. આવી સ્થિતિમાં હવે છેલ્લા ત્રણ દિવસથી નિલેષ કુંભાણી ગાયબ છે. આ દરમિયાન એબીપી અસ્મિતાની ટીમ નિલેષ કુંભાણીના ઘરે પહોંચી હતી અને નિલેશ કુંભાણી  વિશે જાણકાવી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે તેમની પત્ની ઘરે હાજર હતી જો કે મીડિયાના સવાલ જવાબ દરમિયાન તેમની પત્ની ભાંગી પડી હતી અને ધ્રુસકે ધ્રૂસકે રડી પડી હતી અને પત્નીએ કુંભાણી ક્યા છે તેની જાણકારી ન હોવાનો  પણ દાવો કર્યો હતો. કુંભાણીને સમય આપવા તેમની પત્નીએ અપીલ કરી હતી. 

Lok sabha Election 2024 Live Update:ભાજપના સેવારૂપી યજ્ઞમાં હાડકા નાખનારા બે-પાંચ લોકો હોય જઃનીતિનભાઈ

નીતિનભાઈ કહયું કે, સેવારૂપી યજ્ઞમાં હાડકા નાખનારા બે-પાંચ લોકો જ હોય છે. હું મંત્રી રહ્યો પણ ક્યારેય સરકારી આવાસનો ઉપયોગ નથી કર્યો. કામ કરે તેનું નામ કાર્યાલય કહેવાય,હારતા,જીતતા કે સરકાર બન્યા બાદ પણ આપણે કાર્યાલયો બનાવ્યા છે. હું બડાઈ નથી મારતો, પણ ફરક બતાવવા કહી રહ્યો છું:નીતિનભાઈ

Lok sabha Election 2024 Live Update: મહેસાણાના કડીમાં નીતિન પટેલની ભાજપ કાર્યકરોને અપીલ

માત્ર પાટીયા લગાવી દેવાથી કાર્યાલય નથી બની જતુઃ, નીતિનભાઈ પટેલે કાર્યકર્તાને અપીલ કરી છે.નિયમીત કાર્યાલય પર આવવાની ટકોર કરી છે. તેમણે કહ્યું કે, મુસલમાન ભલે મત ન આપે,પણ મારા ઘરેથી ચા પીધા વગર ન જાય. કડી શહેર એક હતુ, એક છે અને એક રહેશે.કડીમાં નીતિનભાઈ હોય કે ન હોય, કડી આજીવન

Lok sabha Election 2024 Live Update: દેવીપૂજક સમાજના આગેવાનો જોડાશે ભાજપમાં

ભાજપમાં વેલકમ પાર્ટી યથાવત છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના તમામને પક્ષમાં આવકારશે, દેવીપૂજક સમાજના આગેવાનો પણ ભાજપમાં  જોડાશે, દેવીપૂજક સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રૂપસંગ ભરભીડીયા ભાજપમાં જોડાશે. ગુજરાત દેવીપૂજક સેવા મંડળના પ્રમુખ જયેશ દંતાણી પણ  ભાજપમાં જોડાશે.

Lok sabha Election 2024 Live Update: જામનગર બેઠકથી કૉંગ્રેસ ઉમેદવારે માગી આર્થિક મદદ

જામનગર બેઠકથી કૉંગ્રેસ ઉમેદવારે  આર્થિક મદદ માંગી છે. મતદાતાઓ પાસે જે.પી.મારવીયાએ  આર્થિક મદદ માંગી છે. જે.પીમારવીયાએ સોશલ મીડિયા પર પોસ્ટ કરી મદદ  માગી. એક રૂપિયાથી લઈને શક્તિ મુજબ ફંડ આપવા  અપીલ કરી છે. જે.પી.મારવીયાએ QR કોડ પણ જાહેર કર્યો છે

Lok sabha Election 2024 Live Update: રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે કૉંગ્રેસની તડામાર તૈયારી

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર  કરશે, 27 એપ્રિલે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં જનસભા ગજવશે, 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં જનસભાને  સંબોધિત કરશે, તેલંગાણાના CM,ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત પણ સભા ગજવશે, કનૈયા કુમાર પણ ગુજરાતમાં  જનસભા ગજવશે.

Lok sabha Election 2024 Live Update: ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મ રથનું અંબાજીથી પ્રસ્થાન

બનાસકાંઠા જિલ્લામાં ફરીને ભાજપ વિરૂદ્ધ મતદાનની અપીલ કરવામાં આવશે. ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મ રથનું અંબાજીથી પ્રસ્થાન થયું છેય મા અંબેના દર્શન કરી ક્ષત્રિય આગેવાનોએ ધર્મ રથને પ્રસ્થાન કરાવ્યું .જેમાં ટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે.

Lok sabha Election 2024 Live Update: કુંભાણીના ફોર્મ ભરાતા સમયે ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓનો દાવો

કુંભાણીના ફોર્મ ભરાતા સમયે ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓએ  દાવો કર્યો છે કે, દરખાસ્તકર્તાઓએ જાતે નજર સમક્ષ સહી કરી હતી. 17 એપ્રિલે દરખાસ્તકર્તાઓએ જાતે સહી કર્યાનો દાવો કર્યો છે. રેલીની તૈયારી દરમિયાન દરખાસ્તકર્તાઓએ  સહી કરી હતી. સુરત કૉંગ્રેસના કાર્યકર્તાઓએ આ  મોટો દાવો કર્યો છે

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.



બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                      
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.