શિવની નગરી પર છવાયો મોદીનો જાદૂ, કંઇક ને કંઇક કહે છે દરેક તસવીર, જુઓ તસવીરો
abpasmita.in | 26 Apr 2019 10:18 AM (IST)
2014માં જંગી મતોથી જીત બાદ અહીં બીજીવાર ઉમેદવારી નોંધાવી છે. ગઇકાલે વારાણસીમાં પીએમ મોદીએ જંગી રૉડ શૉ કરીને બધાને ચોંકાવી દીધા છે. પીએમ મોદીની વારાણસીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જે કંઇકને કંઇક કહી રહી છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી માટે આજે 11 વાગે પોતાનુ ઉમેદવાર ફોર્મ ભરશે. પીએમ મોદી નામાંકન પહેલા કાલ ભૈરવના આશિર્વાદના લીધા, એટલું જ નહીં વારાણસીમાં પીએમ મોદીએ એનડીએની તાકાતનો પરચો પણ વિપક્ષને બતાવી દીધો. દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો, ઉદ્વવ ઠાકરે, નીતિશ કુમાર, પ્રકાશ સિંહ બાદલ, રામ વિલાસ પાસવાન સહિતના એનડીએના દિગ્ગજ નેતાઓ પીએમ મોદીના નામાંકનમાં સામેલ થશે. પીએમ મોદી અહીંથી સતત બીજીવખતા સાંસદ ભવન જવા માટે ઉમેદવારી કરી રહ્યાં છે. 2014માં જંગી મતોથી જીત બાદ અહીં બીજીવાર ઉમેદવારી નોંધાવી છે. ગઇકાલે વારાણસીમાં પીએમ મોદીએ જંગી રૉડ શૉ કરીને બધાને ચોંકાવી દીધા છે. પીએમ મોદીની વારાણસીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જે કંઇકને કંઇક કહી રહી છે. શિવની નગરી કાશીમાં પીએમનો જાદૂ છવાયો છે.