PM Modi Rally Today:  PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, PM મોદી બે દિવસમાં ગુજરાતમાં ચાર ચૂંટણી સભા ગજવશે, આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ  સભા ગજવશે,આવતીકાલે આણંદ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં સભા પણ સભા યોજશે. ડીસામાં પાટણ અને બનાસકાંઠા લોકસભા

  પ્રચાર કરશે.

લોકસભા ચૂંટણી 2024માં બીજા તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે. PM મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં જનસભાને સંબોધશે.


 ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી 1998થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે તે ગુજરાતની તમામ બેઠકો જીતશે.


અમિત શાહ હૈદરાબાદમાં રોડ શો કરશે


દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના કોરબામાં રેલી સાથે ચાર રાજ્યોમાં પ્રચાર કરશે. કર્ણાટકના હાવેરી અને હુબલીમાં રેલી અને રોડ શો અને હૈદરાબાદ, તેલંગાણામાં રોડ શો યોજશે. હૈદરાબાદમાં અમિત શાહ ભાજપના ઉમેદવાર માધવી લતા માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે અહીં 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. હૈદરાબાદમાં, માધવી લતા એઆઈએમઆઈએમના વર્તમાન સાંસદ અને પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી સામે લડી રહી છે.