IPL 2024, MI vs LSG: આઈપીએલ 2024માં આજે 48મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયો હતો. મેચામાં લખનઉએ મુંબઈને 4 વિકેથી હાર આપી હતી. હાર સાથે જ મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી બની છે. મુંબઈએ મેચ જીતવા 145 રનના ટાર્ગેટને લખનઉની ટીમે 19.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. લખનઉ તરફથી સ્ટોયનિસે સર્વાધિક 62 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 28 રન, દીપક હુડાએ 18 રનનું યોગદાન આયું હતું. નિકોલસ પૂરન 14 રને નોટ આઉટ રહ્યો હતો.  મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 26 રનમાં 2 વિકેટ લીધી હતી.






પહેલા બેટિંગ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટિમ ડેવિડે 18 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરાએ 46 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઈશાન કિશન 32 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા શૂન્ય રને આઉટ થયો હતો. લખનઉ તરફથી મોહસીન ખાને 2 વિકેટ લીધી હતી. નવીન ઉલ હક, સ્ટોઈનિસ, મયંક અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.






આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં સૌથી વધુ મેચ હારવાના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ જીત સાથે લખનઉ સુપરજાયન્ટ્સ ની ટીમે આઈપીએલ પ્લેઓફનું સમીકરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. કેએલ રાહુલની ટીમ એલએસજીએ પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવી લીધું છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને એક જીત સાથે પાછળ છોડી દીધા. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટૂર્નામેન્ટમાં 7 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે કોઈ ચમત્કાર જ મુંબઈ ઈન્ડિયન્સને ટોપ-4માં લઈ જઈ શકે છે.


મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન


મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન - ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, જસપ્રિત બુમરાહ.


મયંક લખનઉની પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફર્યો


કેએલ રાહુલે કહ્યું કે ક્વિન્ટન ડી કોક પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. મયંક પાછો ફર્યો છે


લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, મોહસીન ખાન, મયંક યાદવ.