વારાણસીઃ  દશાશ્વમેઘ ઘાટ પર પહોંચી પીએમ મોદીએ ગંગા આરતી કરી હતી. ગંગા આરતી કર્યા બાદ પીએમ મોદી ત્યાંથી રવાના થઈ ગયા છે. ત્યાં હાજર લોકોનું પીએમ મોદીએ અભિવાદન કર્યું હતું. ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. કાલે પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે.


દશાશ્વમેઘ ઘાટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

વારાણસીમાં પીએમ મોદી 7 કિલોમીટર લાંબો મેગા રોડ શો કર્યો હતો. પ્રધાનમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યમાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શો દરમિયાન પીએમ મોદીએ હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.






પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વારાણસીમાં મેગા રોડ શો પહેલા ટ્વિટ કર્યું હતું અને લખ્યું કે દરભંગા અને બાંદામાં બમ્પર રેલી બાદ પ્યારી કાશી તરફ જઈ રહ્યો છે. જ્યાં ઘણા કાર્યક્રમો છે જેના માધ્યમથી ફરિ એક વાર મને કાશીના ભાઈઓ અને બહેનો સાથે વાતચીત કરવાની તક મળશે. હર-હર મહાદેવ. પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસની વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદી આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે.