પાટણઃ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. પાટણમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ અમેરિકાનો હવાલો આપતા કહ્યું કે, જો પાકિસ્તાન પાયલટને પરત ના કરતુ તો તે કતલની રાત હતી.

રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 'અમેરિકાના ઉચ્ચપદ પર બેઠેલા એક શખ્સે પોતાનુ નિવેદન આપ્યુ હતું કે, મોદી હવે કંઇક મોટુ કરી બેસસે. તેમને કહ્યું કે, મોદીએ એકસાથે 12 મિસાઇલો લગાવી હતી. અમેરિકાએ કહ્યું સારુ થયુ કે પાકિસ્તાને પાયલટ પરત કરી દીધો, નહીં તો તે રાત કતલની રાત હતી. આ તો અમેરિકાએ કહ્યું છે. આ પાયલટ આમ ત પાછો નથી આવ્યો. આ તો સરદાર પટેલની જમીનનો દીકરો બેઠો છે એટલા માટે પાછો આવ્યો છે.'

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં એક મોટો આતંકી બ્લાસ્ટ થયો જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ તેને બદલો લેતા 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશના આતંકી કેમ્પો તબાહ કરી દીધા હતા. જોકે બાદમાં 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ભારતીય વાયુસેના લડાકુ વિમાનોની ફાઇટિંગ વચ્ચે પાયલટ અભિનંદન પાકિસ્તાન સ્થિત કાશ્મીર-પીઓકેમાં જઇને પડ્યો હતો. જેને લઇને બન્ને દેસો વચ્ચે તનાતની વધી હતી.