PM Modi Oath Ceremony: શપથગ્રહણ સમારોહ પૂર્ણ, મોદી 3.0માં 71 મંત્રીઓએ લીધા શપથ
PM Modi Oath Taking Ceremony Live: આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.
gujarati.abplive.comLast Updated: 09 Jun 2024 09:20 PM

બ્રેકગ્રાઉન્ડ
PM Modi Oath Taking Ceremony Live: PM નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે...More
PM Modi Oath Taking Ceremony Live: PM નરેન્દ્ર મોદી આજે સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. શપથગ્રહણ પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલા નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પછી તેમની સરકારમાં સામેલ થનારા કેબિનેટ મંત્રીઓ શપથ લેશે. હવેથી થોડા સમય બાદ નેતાઓ શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે.મોદી કેબિનેટમાં આ નેતાઓનો સમાવેશ થશે!મોદીની કેબિનેટમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, શિવરાજ સિંહ ચૌહાણ, અર્જુન રામ મેઘવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પંકજ ચૌધરી, રાવ ઈન્દ્રજીત સિંહ, બી.એલ. વર્મા અને અન્નપૂર્ણા દેવીનો સમાવેશ થાય છે.આ નેતાઓને પણ મળશે મોદી કેબિનેટમાં સ્થાન!જિતિન પ્રસાદ, અજય ટમ્ટા, ચિરાગ પાસવાન, જી. કિશન રેડ્ડી, બી. સંજય કુમાર, મનસુખ માંડવિયા, જયંત ચૌધરી, મનોહર લાલ, રામદાસ આઠવલે, ગજેન્દ્ર સિંહ શેખાવત, જીતન રામ માંઝી, સર્બાનંદ સોનોવાલ, એચ.ડી. કુમારસ્વામી, પ્રહલાદ જોશી, હર્ષ મલ્હોત્રા, રક્ષા ખડસે, નિત્યાનંદ રાય પણ સામેલ છે.
PM Modi Oath Taking Ceremony Live: ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
બિહારના હાજીપુરના સાંસદ અને LJP (R)ના નેતા ચિરાગ પાસવાને પ્રથમ વખત કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ચિરાગ એલજેપીના દિવંગત નેતા રામવિલાસ પાસવાનનો પુત્ર છે.