Lok Sabha Election Live: PM મોદીની આજે ત્રણ સભા, ચોથા તબક્કાના મતદાન માટે આ રાજ્યોમાં પ્રચંડ પ્રચાર

હાલ દેશમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, ત્રણ તબક્કામાં મતદાન થઇ ચૂક્યું છે. હાલ ચોથા તબક્કાન વોટિંગ માટે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 May 2024 03:21 PM

બ્રેકગ્રાઉન્ડ

હાલ દેશમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં, ત્રણ તબક્કા દરમિયાન ઘણા રાજ્યોમાં મતદાન થયું છે અને હજુ ઘણા રાજ્યોમાં મતદાન થવાનું બાકી છે. 13 મેના રોજ યોજાનારી લોકસભા...More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓડિશામાં વિજય સંકલ્પ રેલીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ઓડિશાના પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ ભુવનેશ્વરમાં રોડ શો કરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. વડાપ્રધાનનો રોડ શો રાત્રે 8.30 કલાકે શરૂ થશે. શનિવારે સવારે પીએમ મોદી કંધમાલ, બાલાંગિર અને બારગઢમાં ત્રણ વિજય સંકલ્પ રેલીઓને સંબોધિત કરશે. તેમના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે