Lok Sabha 2024 Live: અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે BJPના ભરત સુતરિયા સામે શું ફેંક્યો પડકાર, જાહેર મંચ પર...

PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 2 દિવસ ભાજપના ગઢ ગુજરાતમાં તેઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 6 સભાને સંબોધશે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 May 2024 03:36 PM
પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા

ઉત્તર ગુજરાતમાં આજે પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર શરૂ થઇ રહ્યો છે. અત્યારે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ એયરપોર્ટ પર હાજર છે. અહીંથી પીએ મોદી સીધા જ ઉત્તર ગુજરાતના પ્રચારમાં જશે. બે દિવસ સુધી પીએમ મોદી ગુજરાતમાં 6 ચૂંટણી સભા ગજવશે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પીએમ મોદીની ચૂંટણી સભાઓ ગજવશે. ડીસામાં બનાસકાંઠા-પાટણ બેઠક માટે સભા યોજાશે, જ્યારે હિંમતનગરમાં મહેસાણા-સાબરકાંઠા બેઠક પ્રચાર કરાશે. પીએમ મોદીની સભા માટે વિશાળ ડૉમ તૈયાર કરાવવામાં આવ્યો છે. કાર્યકરોને અને સભામાં આવેલા શ્રોતાઓને આકરા તાપથી બચાવવા માટે ડોમમાં પંખાની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. અહીં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

Lok Sabha Election 2024 Live:પૂર્વ ધારાસભ્ય દલબીર ગોલ્ડી AAPમાં જોડાયા

 સંગરુરની ધુરી વિધાનસભાના ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય દલબીર ગોલ્ડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. મુખ્યપ્રધાન ભગવંત માન અને સંગરુરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુરમીત સિંહ મીત હેયરે ગોલ્ડીને પાર્ટીમાં સામેલ કર્યો. ગોલ્ડીએ ગઈકાલે જ કોંગ્રેસ છોડી દીધી હતી. ગોલ્ડી 2022ની વિધાનસભા ચૂંટણી ધુરીથી ભગવંત માન સામે હારી ગયા હતા.  ગોલ્ડીએ કોંગ્રેસ તરફથી 2022ની સંગરુર લોકસભા પેટાચૂંટણી લડી હતી

Lok Sabha Election 2024 Live: આજનું ભારત નવી વિચારસરણી સાથે આગળ વધી રહ્યું છે - રાજનાથ સિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "આપણું ભારત પીએમ મોદીના નેતૃત્વમાં નવી વિચારસરણી સાથે આગળ વધી રહ્યું છે. દુનિયા જોઈ રહી છે કે ભારત હવે ભૂતકાળનું ભારત નથી રહ્યું, પરંતુ ભારત હવે આગળ વધી રહ્યું છે. વિશ્વ એક શક્તિશાળી દેશ બની ગયો છે..."

Lok Sabha Election 2024 Live: રાજનાથ સિંહે મનોજ તિવારીના સમર્થનમાં રોડ શો કર્યો હતો

લોકસભા ચૂંટણી 2024 :સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉત્તર પૂર્વ દિલ્હીના ભાજપના લોકસભા ઉમેદવાર મનોજ તિવારીના સમર્થનમાં દિલ્હીમાં રોડ શો યોજ્યો હતો.

Lok Sabha Election 2024 Live: નોમિનેશન પહેલા મેનકા ગાંધીએ રોડ શો કર્યો હતો

લોકસભા ચૂંટણી 2024 લાઇવ અપડેટ્સ: ભાજપના નેતા અને સુલતાનપુર લોકસભા મતવિસ્તારના પક્ષના ઉમેદવાર મેનકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા સુલતાનપુરમાં રોડ શો યોજ્યો હતો. દિલ્હી: પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીની હાજરીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી હતી.

Lok Sabha Election 2024 Live: આસામમાં માફિયાઓનું શાસન - પ્રિયંકા ગાંધી

આસામના ધુબરીમાં ચૂંટણી રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આસામમાં માફિયાઓનું શાસન છે. દરેક જગ્યાએ રિકવરી થઈ રહી છે. અહીં વિકાસ નથી, બધે કૌભાંડો થઈ રહ્યા છે. અહીં સીએમ પર મોટો આરોપ લાગ્યો હતો, જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા હતા.

Lok sabha Election 2024 Live : ભરત સુતરીયાએ જેની ઠુમ્મરના પડકારનો કર્યો સ્વીકાર

ખુલ્લા મંચ પર ચર્ચાની ચેલેન્જને ભાજપ ઉમેદવારે સ્વીકારી  છે. જાહેરમાં સંવાદ માટે ભરત સુતરીયા  તૈયાર થયા છે. અમરેલી ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું કે, હું ઓછો ભણેલો પરંતુ ગણેલો છું, ભણેલા જ નહીં ગણેલા પણ રાજનીતિમાં  આગળ વધી શકે છે. ઓછું શિક્ષણ મેળવાર કેશુભાઈ સફળ મુખ્યમંત્રી રહ્યાં છે. માત્ર શિક્ષણ જ નહીં વ્યવહારુ જ્ઞાન પણ જરૂરી છે. કોંગ્રેસના શાસનમાં અમરેલીનો વિકાસ રુંધાયો છે”.

Lok sabha Election 2024 Live : જેમીબને ભરત સુતરિયા સામે ફેંક્યો આ પડકાર

લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે અમરેલી કોંગ્રેસ ઉમેદવારનો જેની બેન ઠુંમ્મરે  BJPને પડકાર ફેંક્યો છે. જેનીબેને ભરત સુતરીયાને આપ્યો સીધા સંવાદ કરવા માટે લલકાર્યાં છે. abp અસ્મિતા સહિતના કોઈ પણ માધ્યમ પર ચર્ચા કરવા માટે તેમણે ભરત સુતરિયાને  લલકાર્યા છે. દેશ જ નહીં ભાજપના ઈતિહાસ મુદ્દે પણ ચર્ચા કરવા  તૈયારી છે.

જગદીશ ઠાકોરના નિવેદન બાદ ભાજપ નેતા બન્યા આક્રમક

જગદીશ ઠાકોરના નિવેદન બાદ ભાજપ નેતા આક્રમક બન્યાં છે. આણંદ ભાજપના પ્રમુખ રાજેશ પટેલે  કોંગ્રેસ પર પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું કે, ભાજપ-કોંગ્રેસની વિચારધારામાં આ જ ફરક છે. આ જ માનસિકતાથી કોંગ્રેસ વિધાનસભામાં 17 પર અટકી જાય છે. આ જ માનસિકતાથી લોકસભામાં

Lok sabha Election 2024 Live:અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનો પ્રચંડ પ્રચાર

અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર જીત માટે પ્રચાર કરી રહ્યાં છે. અમરેલી લોકસભા અંતર્ગત ગારીયાધારમાં ડોર ટુ ડોર પ્રચાર થઇ રહ્યો છે. અમરેલી લોકસભા અંતર્ગત ગારીયાધારમાં ભાજપને લીડ હંમેશા મળતી રહી છે  જો કે જેનીબેન ઠુમ્મરને આમ આદમી પાર્ટીનું પણ જબરજસ્ત સમર્થન મળી રહયું છે. MLA સુધીર વાઘાણીની સાથે AAP કાર્યકરો પણ પ્રચારમાં સતત કાર્યરત છે. અમરેલીની શિક્ષિત દીકરીના નારા સાથે જેનીબેન માટે  પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના જેનીબેન સામે ભાજપે ભરત સુતરીયાને   મેદાને ઉતાર્યો છે.અમરેલીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વર્સીસ પૂર્વ પ્રમુખનો જંગ છે. 

Lok Sabha 2024 Live:ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં શંકરસિંહ વાઘેલા રહેશે હાજર

રાજકોટ લાકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ હજુ શમ્યો નથી.ધોળકાના ચંડીસરમાં યોજાનાર અસ્મિતા સંમેલનમાં શંકરસિંહ વાઘેલા પણ હાજર રહેશે.ધોળકા તાલુકા ક્ષત્રિય સમાજે શંકરસિંહને આમંત્રણ આપ્યું છે. આવતીકાલે ધોળકાના ચંડીસરમાં  અસ્મિતા સંમેલન યોજાશે.

Lok Sabha 2024 Live:કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે કરશે કાયદાકીય કાર્યવાહી

કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે  કાયદાકીય કાર્યવાહી કરવાના મુદ્દે  અભિષેક મનુ સિંઘવી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક યોજાઇ રહી છે. અભિષેક મનુ સિંઘવીની આગેવાનીમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ફોર્મ રદ થવાને લઈ કોંગ્રેસ કુંભાણી સામે આ કાયદાકીય કાર્યવાહી થઇ શકેછે.

Lok Sabha 2024 Live: કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાતમાં કરશે પ્રચાર

અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી તેમની પત્નીએ પ્રચારની કમાન સંભાળી છે. આવતીકાલે કેજરીવાલની પત્ની  સુનિતા કેજરીવાલ ગુજરાતમાં  પ્રચાર કરશે. તેઓ ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના સમર્થનમાં પ્રચાર કરશે. ભાવનગર અને ભરૂચ બેઠક પર સુનિતા કેજરીવાલ પ્રચાર  કરશે

Lok Sabha 2024 Live: વિસાવદરના કાલસારીની સભામાં AAP નેતાનું સ્ફોટક નિવેદન

ઈન્ડિયા ગઠબંધનની સભામાં જગમલ વાળાએ  સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પોલીસ ભાજપના રૂપિયા ફેરવતી હોવાનો આરોપ  લગાવ્યો છે. પોલીસની ગાડીમાં રૂપિયાની હેરાફેરી થતી હોવાના આરોપો સાથે કહ્યું કે, અમારે લાખ રૂપિયા ફેરવવા હોય તો પણ હેરાન થવું પડે છે.

Lok Sabha 2024 Live: ચૂંટણીમાં ગડબડીને લઈ વધુ એક કોંગ્રેસ નેતાનો ગંભીર આરોપ

ચૂંટણીમાં ગડબડીને લઈ વધુ એક કોંગ્રેસ નેતાએ  ગંભીર આરોપ લગાવ્યા છે. જગદીશ ઠાકોરે શાસક પક્ષ અને પોલીસ પર ગંભીર  આરોપ લગાવતા કહ્યું કે, પોલીસની ગાડીમાં જ ઠલવાશે લાલ-લીલું પાણી, ભાજપ પોલીસની ગાડીમાં લાલ-લીલું પાણી મોકલશે આ રીતે  દારૂબંધીની વાતો કરનાર જ દારૂની પેટીઓ ઉતારશે.

Lok Sabha 2024 Live: બનાસકાંઠાના ડીસામાં ક્ષત્રિય સમાજનું ગેનીબેનને ખૂલ્લુ સમર્થન

બનાસકાંઠાના ડીસામાં ક્ષત્રિય સમાજનું ગેનીબેનને ખૂલ્લુ સમર્થન આપ્યું છે કોંગ્રેસ સમર્થિત ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનનું મામેરૂ ભરાયું છે. ક્ષત્રિય આગેવાનોને ગેનીબેનને ચૂંદડી ઓઢાડી મામેરૂ ભર્યું હતું.ક્ષત્રિય આગેવાનોએ નાળિયેર આપી જીતનો વિશ્વાસ પણ અપાવ્યો હતો.

Lok Sabha 2024 Live: મતદાન જાગૃતિ માટે દૂધસાગર ડેરીની જાહેરાત

મહેસાણા દુઘ સાગર ડેરી દ્વારા મતદાન જાગૃતિ જાહેરાત કરવામાં આવી છે. મતદારના દીવસે દુઘ સાગર ડેરીના પશુ પાલકોના દુઘ ખરીદીના ભાવમાં પ્રતિકિલો ફેટે એક રૂપિયો ભાવ વધૂ આપવામાં આવશે. મતદાન જાગૃતિના ભાગ રૂપે દુઘ સાગર ડેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  

Lok Sabha 2024 Live: ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો દાવો

ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો દાવો  કર્યો છે કે, માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં તમામ સમાજોનો સાથ  મળશે. પંચમહાલની પ્રજા તમામ કોમને સાથે રાખીને ચાલે છે. તેમણે કહ્યું કે, પંચમહાલમાં પાંચ સ્ટેટના રાજવીઓ શાંતિથી જીવે છે,પંચમહાલના પાંચ સ્ટેટના રાજવીઓને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી,કોઈ પણ રાજકીય નેતા કે હોદ્દેદાર રાજપૂત સંકલન સમિતિમાં સામેલ નથી.કાલોલ-ગોધરામાં ભાજપને જંગ લીડ મળશે

Lok Sabha 2024 Live: વિજાપુર ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડાની મોટી ભવિષ્યવાણી

વિજાપુર ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડાની મોટી ભવિષ્યવાણી કરી છે. ચૂંટણી બાદ કોંગ્રેસના વધુ MLA રાજીનામું આપે તેવા સી.જે.ચાવડાએ સંકેત આપ્યાં છે.  ચૂંટણી પછી કોંગ્રેસના 12માંથી 2 MLA જ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

Lok Sabha 2024 Live: ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં કરશે પ્રચંડ પ્રચાર

ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ  ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે.શુક્રવારથી ભાજપ શાસિત 3 રાજ્યોના CM ગુજરાતમાં  પ્રચાર કરશે. યોગી આદિત્યનાથ, હેમંતા બિશ્વશર્મા, મોહન યાદવ પ્રચાર કરશે. ભાજપના કેંદ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે

Lok Sabha 2024 Live: અમિત શાહ હૈદરાબાદમાં રોડ શો કરશે

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના કોરબામાં રેલી સાથે ચાર રાજ્યોમાં પ્રચાર કરશે. કર્ણાટકના હાવેરી અને હુબલીમાં રેલી અને રોડ શો અને હૈદરાબાદ, તેલંગાણામાં રોડ શો યોજશે. હૈદરાબાદમાં અમિત શાહ ભાજપના ઉમેદવાર માધવી લતા માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે અહીં 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. હૈદરાબાદમાં, માધવી લતા એઆઈએમઆઈએમના વર્તમાન સાંસદ અને પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી સામે લડી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha 2024 Live:PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 2 દિવસ ભાજપના ગઢ  ગુજરાતમાં તેઓ પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 6 સભાને સંબોધશે, PM મોદી બે દિવસમાં ગુજરાતમાં 6 ચૂંટણી સભા ગજવશે,. આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ સભા ગજવશે,આવતીકાલે આણંદ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં સભાને સંબોધશે. ડીસામાં પાટણ અને બનાસકાંઠા લોકસભા માટે  પ્રચાર કરશે. હિંમતનગરમાં સાબરકાંઠા અને મહેસાણા લોકસભા માટે  પ્રચાર કરશે. તો બીજી તરફ શાહ આજે હૈદરબાદમાં સભાઓ ગજવશે. 


દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના કોરબામાં રેલી સાથે ચાર રાજ્યોમાં પ્રચાર કરશે. કર્ણાટકના હાવેરી અને હુબલીમાં રેલી અને રોડ શો અને હૈદરાબાદ, તેલંગાણામાં રોડ શો યોજશે. હૈદરાબાદમાં અમિત શાહ ભાજપના ઉમેદવાર માધવી લતા માટે પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે અહીં 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન થવાનું છે. હૈદરાબાદમાં, માધવી લતા એઆઈએમઆઈએમના વર્તમાન સાંસદ અને પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી સામે લડી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.