અમદાવાદઃ ભારતમાં નવી સરકારની રચના પહેલા પીએમ મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાતે આવી શકે છે. સુત્રો અનુસાર, પીએમ મોદી આગામી 30 મેના રોજ વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે, જેથી કહી શકાય કે નવી સરકારની રચના પહેલા- 30 મે પહેલા ગુજરાત આવીને માતા હીરાબાના આશીર્વાદ લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, 2014માં પણ કેન્દ્ર સરકારની રચના પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાત આવીને માતાના આશીર્વાદ લીધા હતા. જેથી આ વખતે પણ આવવાની પ્રબળ સંભાવના છે.
નોંધનીય છે કે, ગઇકાલે આવેલા લોકસભા ચૂંટણી પરિણામમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી છે. એક રિપોર્ટ અનુસાર, બીજેપી 300ને પાર અને એનડીએ 350 સુધી પહોંચી ગઇ છે.
નવી સરકારની રચના પહેલા પીએમ મોદી ગુજરાત આવીને લઇ શકે છે માતા હીરાબાના આશીર્વાદ
abpasmita.in
Updated at:
24 May 2019 10:20 AM (IST)
ઉલ્લેખનીય છે કે, 2014માં પણ કેન્દ્ર સરકારની રચના પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાત આવીને માતાના આશીર્વાદ લીધા હતા. જેથી આ વખતે પણ આવવાની પ્રબળ સંભાવના છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -