Lok Sabha Election 2024 Live Update: PM મોદી આ તારીખે ગુજરાતના ચૂંટણી પ્રવાસે, રોડ શો સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન
પીએમ મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સભા કરશે. રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનમાં હાજર છે. ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેઠક કરશે.
ગંગટોકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું, "પહેલાની સરકારો અલગતા અને અજ્ઞાનતામાં માનતી હતી. આ લોકોને અલગ અને અજ્ઞાનતામાં રાખો અને તમારી વોટબેંકમાં વધારો કરો. પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારે તેમણે કહ્યું, 'પૂર્વ તરફ જુઓ, અને અહીના કામ બહુ ઝડપથી કરો. અને પહેલા કામ કરો. તેથી જ તેમણે (પીએમ મોદીએ) કહ્યું કે જો આપણા દેશનો ઉત્તર-પૂર્વ ભાગ નબળો રહેશે, તો ભારત આગળ નહીં વધે."
ઉત્તરાખંડના ઋષિકેશમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "હું જ્યારે પણ ઉત્તરાખંડ આવું છું ત્યારે જૂની યાદો તાજી કરું છું. હું ઉત્તરાખંડના પ્રેમને ક્યારેય ભૂલી શકતો નથી. ગઈકાલે હું તમિલનાડુમાં હતો, ત્યાં પણ લોકો કહે છે કે આ વખતે મોદી સરકાર જ છે. .કોંગ્રેસની સરકાર હોત તો વન રેન્ક વન પેન્શન ક્યારેય લાગુ ન થાત.કોંગ્રેસની સરકારે સૈનિકોને બુલેટપ્રુફ જેકેટ નહી આપ્યા. ભાજપે સૈનિકોને બુલેટપ્રુફ જેકેટ આપ્યા.મોદીએ જ વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું".ઉત્તરાખંડ બાદ પીએમ મોદી રાજસ્થાનમાં જનસભા કરશે.
ભાજપમાં વેલકમ પાર્ટીનો દૌર યથાવત છે. કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, તેમના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું હોવાનું કારણ સામે આવ્યું હતુ. રોહન ગુપ્તા AICCના આઈટી સેલના ચેયરમેન રહી ચૂક્યાં છે. ઉલ્લેખનિય છે કે, રોહન ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલા કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષ વિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો ઉપરાંત રોહન ગુપ્તા પહેલાથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ લગાવી ચૂક્યાં છે. નોંધનિય છે કે, રોહન ગુપ્તા હાલ દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે. રોહન સાથે અન્ય ત્રણ નેતા પણ કેસરિયા કરી શકે છે, રોહન ગુપ્તા પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
રાષ્ટ્રીયવાદી કોંગ્રેસના નામે ફંડ ભેગુ કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ખોટી ઓળખ ઉભી કરી શખ્સ લોકો પાસેથી પૈસા પડાવતો હતો, આરોપીએ બંધન બેંકમાં NCPનું નામ રાખી બેંક એકાઉંટ ખોલાવ્યા હતા.આવક પર ઈંકમટેક્સ 100 ટકા રીબેટ આપવાનું કહી ડોનેશન મેળવ્યું. NCPની બનાવટી ડોનેશન સ્લીપ બનાવી ફંડ આપનારને મોકલતો હતો,NCPના ખજાનચી હેમાંગ શાહે ફરિયાદ નોંધાવી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસ પર છે. તેઓ બપોરે 12:30 કલાકે મધ્યપ્રદેશના મંડલામાં રાપ્તા ઘાટ ખાતે મા નર્મદાની પૂજા કરશે. બપોરે 12.45 કલાકે માંડલામાં રાણી દુર્ગાવતીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. બપોરે 1 કલાકે માંડલ પોલીસ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા યોજાશે. બપોરે 2:30 વાગ્યે એમપીના કટનીમાં વિજયનાથ ધામ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. બપોરે 02.45 કલાકે કટનીના વિજયનાથ ધામ મેળાના મેદાનમાં જાહેર સભા કરશે. સાંજે 5:30 કલાકે મહારાષ્ટ્રના નાંદેડના નરસી ગ્રાઉન્ડમાં જાહેર સભા કરશે.
પીએમ મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં સભા કરશે. રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનમાં હાજર છે. ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બેઠક કરશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં બે જાહેરસભાને સંબોધશે. બપોરે 1 વાગ્યે બિકાનેર લોકસભા મતવિસ્તારના અનુપગઢમાં જનસભા કરશે. બપોરે 3.30 કલાકે જોધપુર લોકસભા ક્ષેત્રના ફલોદીમાં તેમની જાહેરસભા યોજાશે
ક્ષત્રિયોના વિરોધ અને રૂપાલાની ઉમેદવારી નહીં કરવા દેવાની માગની વચ્ચે પોતાની ઉમેદવારીને લઈને પરશોત્તમ રૂપાલા મક્કમ અને અડીખમ નજરે પડી રહ્યા છે. જેમ જેમ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા મક્કમતાની સાથે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે.... વહેલી સવારથી જ રૂપાલાએ રાજકોટના શહેરી વિસ્તારના વોર્ડ નંબર-4માં ડોર ટુ ડોર પ્રચાર શરુ કર્યો છે... રૂપાલાની સાથે ડોર ટુ ડોર સંપર્ક અભિયાનમાં સાંસદ રામ મોકરીયા, મોહન કુંડારીયા, ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના નેતાઓ જોડાયા છે... રૂપાલાનું ઠેર ઠેર ફૂલહાર કરી આવકારવામાં આવ્યું હતું.
ક્ષત્રિયના વિરોધનું સમાધાન કરવા માટે ભાજપ સતત કાર્યશીલ છે. જામસાહેબના પત્રને ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ પોસ્ટ કર્યો છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ લખી જામસાહેબે પત્ર પોસ્ટ કર્યો હતો. આ રીતે રૂપાલાને ક્ષમા આપવા પ્રદીપસિંહ વાઘેલાએ પણ આડકતરી અપીલ કરી છે.
પીએમ મોદી 19 એપ્રિલ પછી લોકસભાની ચૂંટણી માટે ગુજરાત પ્રવાસ કરશે. ચાર ઝોનમાં છ સભાને પ્રધાનમંત્રી સંબોબશે. 22 એપ્રિલે રાજકોટમાં PMની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સભાની સાથે પ્રધાનમંત્રીના રોડશોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસમાં બે સભાને પીએમ મોદી સંબોધન કરશે.
લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પ્રચાર પ્રસાર કાર્ય તેજ થયું છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન જૂનાગઢમાં અલગ જ દ્વશ્ય જોવા મળ્યું છે. જુનાગઢમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર એકસાથે જોવા મળ્યા,રાજેશ ચુડાસમા અને હીરા જોટવા એક જ મંચ પર જોવા મળ્યાં, ભાગવત સપ્તાહમાં ભાજપ-કોંગ્રેસ બનેના ઉમેદવારે હાજરી આપી હોવાથી બંને પક્ષના ઉમેદવાર એક જ મંચ પર સાથે જોવા મળ્યાં હતા.
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અનોખા અંદાજમાં વોટ માગ્યો, તેમણે કહ્યું કે, “સગાઈ કરવાની હોય તો મુરતિયાને જોવાય, બાપને નહીં”મુરતિયો પસંદ હોય તો સાસરિયાને જોવાય” તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ચૂંટણી સમયે જ પોલીસ ઠાકોર સમાજને દબાવે છે, બે વર્ષ જુના કેસમાં અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરી.શું પોલીસને બે વર્ષ સુધી કાર્યવાહીનો સમય ન મળ્યો. ડેરીના રૂપિયાનો ઉપયોગ ચૂંટણીમાં થતો હોવાનો ગેનીબેનને આરોપ લગાવ્યો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બાકી રહેલી લોકસભાની 4 બેઠક પર કોંગ્રેસ હવે ઉમેદવારોના નામ જાહેર કરશે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઉમેદવારોના જાહેર કરી શકે છે. વિધાનસભાના પેટાચૂંટણીમાં ઉમેદવારોના નામ પણ જાહેર કરશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ઉમેદવારોના નામ લગભગ નિશ્ચિત છે. બસ હવે જાહેરાત કરવાનું બાકી છે. જે ટૂક સમયમાં જ થઇ શકે છે.
રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં હવે ચૈતર વસાવા પણ ઉતર્યાં છે. તેમણે ક્ષત્રિયોનું સમર્થન કર્યું છે. તેમણે ક્ષત્રિયોના સમર્થનમાં કહ્યું કે, “રાજપૂત-આદિવાસી સમાજનો પ્રતાપના સમયથી સંબંધ છે.દેશમાં આક્રમણ સમયે રાજપૂતો સાથે ભીલ સેના હતી, મુઘલોના આક્રમણ સમયે મહારાણા સાથે પુંજા ભીલના વંશ હતા.ભાજપની કરણી અને કથની બહાર આવી છે.આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશુ”
ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવાની તારીખ કરી નક્કી કરી છે, અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગર બેઠક માટે પર ફોર્મ ભરશે. તો સી.આર પાટીલ 18 એપ્રિલે નવસારી બેઠક માટે ફોર્મ ભરશે. શોભનાબેન બારૈયા 16 એપ્રિલે સાબરકાંઠા બેઠક માટે અને નિમુબેન બાંભણિયા 16 એપ્રિલે ભાવનગર બેઠક માટે તેમજ ભરતસિંહ ડાભી 16 એપ્રિલે પાટણ બેઠક પરથી તો રેખાબેન ચૌધરી 16 એપ્રિલે બનાસકાંઠા બેઠક પરથી અને મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદર બેઠક પર ફોર્ ભરશે. હસમુખ પટેલ 15 એપ્રિલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી અને દિનેશ મકવાણા 16 એપ્રિલે અમદાવાદ પશ્ચિમ બેઠક, ચંદુ શિહોરા 15 એપ્રિલે સુરેન્દ્રનગર બેઠક પરથી ફોર્મ ભરશે
બ્રેકગ્રાઉન્ડ
Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.
બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -