નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દીધુ છે. પીએમે ગઇકાલે જંગી રૉડ શો બાદ આજે કાલ ભૈરવની પૂજા કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી છે. કાલ ભૈરવની પૂજા કર્યા બાદ વારાણસી ડીએમ ઓફિસ પહોંચેલા પીએમે નામાંકન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.




વારાણસીના રણમાં ફરી એકવાર જીત મેળવવા માટે વડાપ્રધાન મોદીએ આજે પોતાનુ નામાંકન દાખલ કર્યુ. નામાંકન દરમિયાન એનડીએની તાકાત પણ જોવા મળી. પીએમની સાથે જનતા દળ (યુનાઇટેડ)ના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ, ઉદ્વવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિતના અન્ય સહયોગી દળના નેતા પણ સાથે જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કાશીમાં કાલ ભૈરવ દાદાની પૂજા કરી હતી



પીએમ મોદીના નામાંકન દરમિયાન NDAના દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો, પીએમે આ દરમિયાન એનડીએના દિગ્ગજ અને અકાલ દળના નેતા પ્રકાશ સિંહ બાદલને પગે લાગ્યા હતા



પીએમ મોદી નામાંકનની પ્રક્રિયા દરમિયાન મહિલા નેતાને પગે લાગ્યા હતા