PM Modi Oath Ceremony LIVE: '100 દિવસના એજન્ડા પર કામ કરવું પડશે', સંભવિત મંત્રીઓને મોદીનો મંત્ર, 65 નેતાઓ મંત્રી તરીકે લેશે શપથ

PM Modi Oath Ceremony LIVE Updates: નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે 9 જૂને સાંજે 7.15 વાગ્યે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

gujarati.abplive.com Last Updated: 09 Jun 2024 02:40 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Oath Ceremony LIVE: નરેન્દ્ર મોદી (PM Modi) આજે (9, જૂન) ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદી (PM Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે કે તરત...More

Narendra Modi Oath Ceremony Updates: કર્ણાટકના પાંચ લોકો કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લેશે - ભાજપના નેતા વી સોમન્ના

બીજેપી નેતા વી સોમન્નાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. આ અંગે તેમણે કહ્યું કે, મને કેન્દ્રીય મંત્રી બનવાની તક આપવામાં આવી છે. હું પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને પાર્ટીના નેતાઓનો આભાર માનું છું. આજે કર્ણાટકના 5 લોકો કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે, જેમાં નિર્મલા સીતારમણ, પ્રહલાદ જોશી, શોભા કરંદલાજે, એચડી કુમારસ્વામી અને મારું નામ છે.